કેન્દ્ર સરકારે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન એક્ટ ૨૦૦૩ ઘડ્યો છે તેનાથી બાળકો અને યુવાનોને તમાકુના સેવનના વ્યસની થવાથી બચાવી શકાય છે.
અમદાવાદ : હવેથી સિગારેટ અને તમાકુ ઉત્પાદન વેચનાર પાન-મસાલાની દુકાનો બિન તમાકુ ઉત્પાદક જેમ કે ટ્રૉફી, ચિપ્સ બિસ્કિટ વગેરે વહેંચી શકશે નહીં. સરકારના નવા આદેશ અનુસાર, આના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે, આ એવા માતા-પિતાઓ માટે સારા સમાચાર છે, જેમના બાળકો ચિપ્સ અને બિસ્કિટ ખરીદવા માટે ઘણી વખત આવી દુકાનો પર જાય છે.આર્થિક સલાહકાર તરફથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં મોકલવામાં આવેલા પત્રમાં અરૃણ ઝાએ કહ્યું કે, તમાકુ ઉત્પાદકોના નિયમનને વધુ પ્રભાવી બનાવી શકાય છે. આના માટે એક એવી પ્રણાલી વિકસિત કરવી જોઇએ જે દુકાનોને તમાકુ ઉત્પાદનનું વેચાણ કરવા માટે મંજૂરી કે શહેર સત્તાથી અધિકૃતતા પ્રદાન કરી શકાય.
આ સાથે જ તેમાં એક જોગવાઈ ઉમેરવાની જરૃર છે. જે અનુસાર, તમાકુ ઉત્પાદન વેચનાર દુકાનોને કોઇ પણ બિન તમાકુ ઉત્પાદક જેમ કે, ટૉફી, કેન્ડી. ચિપ્સ, બિસ્ક્રિટ, સૉફ્ટ ડ્રિક્ન વગરે ન વેચી શકે. આ બધી વસ્તુઓ ખાસ કરીને બાળકો માટે લક્ષ્યાંકિત છે. કેન્દ્ર સરકારે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન એક્ટ ૨૦૦૩ ઘડયો છે. તેનાથી બાળકો અને યુવાનોને તમાકુના સેવનના વ્યસની થવાથી બચાવી શકાય છે. આ સાથે જ તેનો આશય જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો પણ છે. જો કે, સંસ્થાઓ માટે તેના પર નજર રાખવી થોડી મુશ્કેલ છે. શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ચોકલેટ અને ચિપ્સની દુકાનો હોય છે પરંતુ, આ વસ્તુઓની સાથે સાથે સિગારેટ અને તમાકુ પણ વેચવામા આવે છે.