રિઝર્વ બેંકે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે NPCIને તેની UPI કામગીરી ચાલુ રાખવા માટે પેટીએમ એપ થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર બનવાની સંભાવના પર વિચાર કરવા નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય બેંકે 15 માર્ચ, 2024 પછી પેટીએમ પેમેન્ટ બેંકને કોઈપણ પ્રકારના વ્યવહારો કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આરબીઆઈએ એનપીસીઆઈને 4-5 પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર બેંકોને ઓળખવા કહ્યું છે જે ઉચ્ચ વોલ્યુમને હેન્ડલ કરી શકે છે. NPCI ને પેટીએમની થર્ડ પાર્ટી પેમેન્ટ એપ બનવાની અપીલની સમીક્ષા કરવા પણ કહેવામાં આવ્યું છે.