દુનિયામાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. દેશમાં લોકડાઉન (Lockdown) લાગુ છે. લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગની અપીલ કરવામાં આવી રહી છે. જેનાથી કોરોનાનું સંક્રમણ રોકી શકાય. જોકે ઘણી જગ્યા પર લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગને ફોલો નથી કરી રહ્યા પરંતુ ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરના એક સમુહે સોશિયલ ડિસ્ટેન્સિંગને અપનાવ્યું છે અને તેમની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. ભારતીય વન સેવા (IFS)ના અધિકારી પ્રવીન કાસવાનને મોરના એક સમૂહની એક અવિશ્વસનીય તસ્વીર ટ્વિટર પર શેર કરી છે. તસ્વીરમાં રાજસ્થાનના નાગોરના એક સરકારી સ્કૂલની અંદર બેઠેલા મોરને બતાવ્યા છે. મોરોએ લોકડાઉનની વચ્ચે એક સરકારી સ્કૂલમાં બેસવાનો નિર્ણય કર્યો પરંતુ સોશિયલ ડિસ્ટેન્સિંગ અપનાવતી તસ્વીરને ટ્વિટર યુઝર્સને ચોંકાવી દીધા છે.