આ મહિનાની શરૂઆતથી દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગૂ થયા છે. નવા વ્હીકલ એક્ટ હેઠળ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર ભારે ભરખમ દંડથી જોગવાઈ કરવામાં આવી છે. આ નવા નિયમો લાગૂ થયા બાદ દેશમાં અલગ-અલગ પ્રતિક્રિયા જોવા મળી છે. કેટલાક રાજ્યો કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે કેટલાક રાજ્યોને તેને આવકાર્યો છે. જ્યારે કેટલીક રાજ્ય સરકાર એવી છે જેમને દંડની રકમમાં ઘટાડો કરી ટ્રાફિક નિયમનું અમલીકરણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે જ્યારથી દેશમાં આ નવા ટ્રાફિક નિયમો અમલમાં આવ્યા છે. ત્યારથી લોકોમાં ટ્રાફિક નિયમોને લઈ જાગૃતિ વધી છે અને દંડ પેઠે મોટ રકમ ન ચૂકવવી પડે તે માટે લોકો નિયમોનું ચુસ્ત રીતે પાલન પણ કરી રહ્યા છે. જોકે હાલ પણ આ નિયમોને લઈ લોકોમાં દોડધામ જોવા મળી રહી છે. રાજ્યમાં લોકોમાંમોટર વ્હીકલ એક્ટ બાદ લાઇસન્સ કઢાવવાને લઈ ધસારો વધ્યો છે. સુરતની વાત કરીએ તો પ્રાપ્ત માહિતી મુજબ નવા 900 લાયસન્સ, 800 લોકોએ HSRP નંબર પ્લેટ લગાવી છે.