સાઉદી અરેબિયાની કંપની અરામકોના ઓઇલ કેમ્પ પર થયેલા ડ્રોન હુમલા બાદ તેની અસર માત્ર સાઉદી અરેબિયા સુધી જ મર્યાદિત ન રહી આખા વિશ્વ પર જોવા મળી છે. આ ડ્રોન હુમલા બાદ વૈશ્વિક સ્તરે ક્રૂળના ભાવોમાં આગ લાગી છે અને આ સાથે ક્રૂડના ભાવ તેની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે.
પેટ્રોલ-ડિઝલની કિંમતમાં 30થી 40 પૈસાનો વધારો થયો છે. જેને લઇને અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 70 રૂપિયા 56 પૈસા પહોંચ્યો છે. જ્યારે ડીઝલનો ભાવ વધીને 69 રૂપિયા 46 પૈસા પ્રતિ લિટર થયો છે. આમ પેટ્રોલ-ડિઝલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં બે રૂપિયાનો વધારો થયો છે.
ભારતમાં છેલ્લા અઠવાડિયા ઉપરથી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં આંશિક રીતે વધતાં અંદાજે બે રૂપિયા સુધીનો વધારો થયો છે. જો કે આ પાછળ સાઉદી અરબમાં થયેલા હુમલાને લઇને અસર થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાઉદી અરબમાં પેટ્રોલ-ડિઝલનું ઉત્પાદન ઘટતા ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે.