Petrol Diesel Price: જો તમે કાર દ્વારા ઘરની બહાર જઈ રહ્યા છો, તો પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો તપાસવાની સલાહ આપવામાં આવે છે. સરકારી ઓઈલ કંપનીઓએ સોમવાર, 8 જુલાઈના ઈંધણના તાજેતરના દરો જાહેર કર્યા છે. આજે પણ ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તમને જણાવી દઈએ કે ઈંધણના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે.
સરકારી ઓઈલ કંપનીઓએ સોમવાર, 8 જુલાઈના ઈંધણના તાજેતરના દરો જાહેર કર્યા છે. લેટેસ્ટ અપડેટ મુજબ આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
તમને જણાવી દઈએ કે, જૂન 2017થી દેશમાં દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના દરોમાં ફેરફાર કરવામાં આવે છે .
ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલની કિંમત 103.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.97 રૂપિયા પ્રતિ લીટર છે.
- કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.95 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 91.76 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર છે.