Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી વધારો, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર
Petrol Diesel Price Today: 21 સપ્ટેમ્બરના રોજ, ભારતીય તેલ કંપનીઓએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના દરો જાહેર કર્યા છે. દિલ્હી સહિત અન્ય શહેરોમાં આજે ઇંધણના ભાવ શું છે?
Petrol Diesel Price Today: ઘટાડા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ફરી વધી રહી છે. આજે એટલે કે 21 સપ્ટેમ્બર શનિવારના રોજ ટ્રેડિંગ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ 74.49 ડોલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 71.92 ડોલર પ્રતિ બેરલ પર છે. જ્યારે ભારત સરકારની ઓઈલ કંપનીઓની વાત કરીએ તો તમામ મહાનગરોમાં ઈંધણના દરો સ્થિર છે. દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ બજારમાં ક્રૂડ ઓઈલના આધારે નક્કી કરે છે. ચાલો જાણીએ કે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ સહિત અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે.
મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના પ્રતિ લિટરના દર
- નવી દિલ્હીઃ પેટ્રોલનો ભાવ રૂ.94.72 અને ડીઝલનો ભાવ રૂ.87.62.
- મુંબઈઃ પેટ્રોલનો ભાવ રૂ. 103.44 અને ડીઝલનો ભાવ રૂ. 89.97
- કોલકાતા: પેટ્રોલનો ભાવ રૂ. 104.95 અને ડીઝલનો ભાવ રૂ. 91.76
- ચેન્નાઈઃ પેટ્રોલનો ભાવ રૂ.100.75 અને ડીઝલનો ભાવ રૂ.92.34.