Petrol Diesel Prices Hike: યુદ્ધના તણાવ વચ્ચે પેટ્રોલ-ડીઝલ મોંઘા: દિલ્હી-મુંબઈ સહિત 4 મહાનગરોમાં આજે કેટલા ભાવ?
Petrol Diesel Prices Hike ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારો હવે દેશના નાગરિકોના ખિસ્સા પર ભાર બની રહ્યો છે. પહેલગામ હુમલાના પગલે બંને દેશોમાં તણાવનો માહોલ ઊભો થયો છે. આ તણાવ અને ક્રૂડ ઓઇલના વધેલા દરની સીધી અસર દેશના ઈંધણ બજાર પર પડી છે.
સોમવારે સવારે સરકારી તેલ કંપનીઓએ નવા દરો જાહેર કર્યા છે. કેટલીક જગ્યાએ ભાવ વધ્યા છે, તો કેટલીક જગ્યાએ થોડી રાહત મળી છે.
ચાર મહાનગરોમાં આજના ભાવ:
દિલ્હી: પેટ્રોલ ₹94.72, ડીઝલ ₹87.62
મુંબઈ: પેટ્રોલ ₹104.95, ડીઝલ ₹91.76
ચેન્નાઈ: પેટ્રોલ ₹100.76, ડીઝલ ₹92.35
કોલકાતા: પેટ્રોલ ₹104.95, ડીઝલ ₹91.76
અન્ય શહેરોની સ્થિતિ:
ગાઝિયાબાદ: પેટ્રોલ 26 પૈસા વધીને ₹94.70, ડીઝલ 30 પૈસા વધીને ₹87.89
ગૌતમ બુદ્ધ નગર: પેટ્રોલ 10 પૈસા ઘટીને ₹94.77, ડીઝલ 12 પૈસા ઘટીને ₹87.89
પટના: પેટ્રોલ 35 પૈસા ઘટીને ₹105.23, ડીઝલ 93 પૈસા ઘટીને ₹91.49
વિશ્વબજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ હવે $65 પ્રતિ બેરલ નજીક પહોંચી ગયો છે, જેના લીધે આગામી દિવસોમાં ઈંધણના ભાવમાં વધુ ફેરફાર થવાની શક્યતા છે.