રાજસ્થાનની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલ ચાર રૂપિયા અને ડિઝલ એક રૂપિયો સસ્તુ હોવાથી રાજસ્થાનના વાહન ચાલકો ગુજરાત બોર્ડરપરના પેટ્રોલ પંપો ખાતે પેટ્રોલ-ડિઝલ પુરાવવા આવી રહ્યા છે.
ગુજરાતમાં બે-ચાર રૂપિયાના ફેરફાર સાથે રાજસ્થાન કરતાં સસ્તુ પેટ્રોલ-ડિઝલ ઉપલબ્ધ હોઇ જેથી ત્યાંના વાહન ચાલકો ગુજરાત બોર્ડરમાં આવી અહિના પેટ્રોલ પંપ ખાતેથી પેટ્રોલ-ડિઝલ પુરાવતાં થયા છે. આની અસર રાજસ્થાનના પેટ્રોલ પંપો પર પડી રહી છે અને ત્યાં કેટલાક દિવસોથી વેંચાણમાં ઘટ અનુભવાઇ રહી છે. અંબાજી સ્થિત એક પેટ્રોલ પંપ પર રોજબરોજ રાજસ્થાન પાસીંગના વાહનો મોટી સંખ્યામાં પેટ્રોલ-ડિઝલ પુરાવવા આવે છે. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ ૬૮.૦૧ રૂપિયા અને રાજસ્થાનમાં ૭૨.૩૦ રૂપિયા છે.
આમ ફાયદાનું વિચારી પેટ્રોલ કે ડિઝલ ગુજરાતમાં પુરાવતા બોર્ડર પર રહેલા પેટ્રોલ પંપ પર ભારે ભીડ જામે છે. લાંબી લાયનો લાગતા ખુબ ટ્રાફિક પણ સર્જાય છે.