નવી દિલ્હી: ઉદ્યોગ મંડળ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (પીએચડીસીસીઆઈ) એ 21 મે, ગુરુવારે કહ્યું કે તેણે વડાપ્રધાન નાગરિક સહાયતા અને કટોકટી પરિસ્થિતિ રાહત ભંડોળ (પીએમ- કેર્સ ફંડ) માં 528 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે.
પીએચડીસીસીઆઈના પ્રમુખ ડી.કે.અગ્રવાલે કહ્યું કે, આ વૈશ્વિક સંકટ દરમિયાન, ઉદ્યોગ સંસ્થાએ તેના સભ્ય સંગઠનો, રાજ્ય એકમો અને સચિવાલય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર પીએમ-કેર્સ ફંડમાં 528 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. ઔદ્યોગિક મંડળના જણાવ્યા અનુસાર 528 કરોડનો ચેક ઔપચારિક રીતે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રામ માધવને સોંપવામાં આવ્યો હતો.