અમિતાભ બચ્ચનની ફિલ્મ શરાબીમાં અમિતાભનો તકિયા કલામ ડાયલોગ હતો કે મૂંછેં હો તો નથ્થુલાલ જૈસી, વર્ના ન હો. પરંતુ ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદન વર્ધમાનની મૂછ પર સોશિયલ મીડિયા ફિદા-ફિદા થઈ ગયું છે. સોશિયલ મીડિયા યૂઝર્સે અભિનંદનની મૂછો અંગે કરેલી ટીપ્પણીઓ ખાસ્સી ટ્રેન્ડીંગ રહી છે. ફેસબૂક અને ટવિટર પર લોકોએ અભિનંદનની મૂછની પ્રશંસા કરી છે અને કહી રહ્યા છે કે મૂંછે હો તો અભિનંદન જૈસી વર્ના ન હો.
અનેક લોકો અભિનંદનની મૂછ અંગે લખ્યું કે હવે આ મૂછ નવો ફેશન ટ્રેન્ડ બનવા જઈ રહી છે. મૂંછે હો તો નથ્થુલાલ જૈસી એ ડાયલોગ જૂનો થઈ ગયો છે હવે લોકો કહી રહ્યા છે કે મૂંછે હો તો અભિનંદન જૈસી.
પાકિસ્તાનમાં ફાઈટર પ્લેન ક્રેશ થવાની ઘટના બાદ પાકિસ્તાનમાં ફસાયેલા અભિનંદન શુક્રવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ ભારતમાં પરત ફર્યા હતા. ધરપકડ કર્યા બાદ પાકિસ્તાને તેમને મૂક્ત કરવાનો નિર્ણય કર્યો હતો.
એક યૂઝર્સેં લખ્યું કે ભારતના શેરની મૂછ જોઈને જ પાકિસ્તાન ડરી ગયું. અભિનંદન સ્ટાઈલ મૂછનું ક્રેઝ હવે સાતમા આસમાને છે. સલુનમાં અભિનંદન કટ મૂછની બોલબાલા છે.
એક યૂઝર્સે લખ્યું કે મૂછ નહી મિસાઈલ છે. જાંબાઝ સિપાહીએ દુશ્મનને તેની ઘરતી પર ઘૂસીને માર્યું. અભિનંદનની મૂછ ભારતના સન્માન અને ગર્વને પરિભાષિત કરી રહી છે. વીરને મારા પ્રણામ અને સલામ.
નોંધનીય છે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને શાંતિના પ્રયાસરૂપે અભિનંદનને ભારતને પર કર્યા છે. કહેવાયું છે કે ઈમરાન ખાને ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ઘટાડવા માટે આવું કર્યું છે.