સદગુરુ (રહસ્યદર્શી અને ઇશા ફાઉન્ડેશનના સ્થાપક). પિતૃ પક્ષ એ તમામ પાછલી પેઢીઓને સમર્પિત થાય છે, જેમણે આપણા જીવનમાં કોઈને કોઈ સ્વરૂપે પોતાનું યોગદાન આપ્યું છે. આ પક્ષમાં વિશિષ્ટ ધાર્મિક ક્રિયાઓ થકી આપણે તેમના પ્રત્યે આપણો આભાર વ્યક્ત કરીએ છીએ. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, માણસ અને તેના પૂર્વજ બે કરોડ વર્ષથી આ ધરતી પર છે. આ ખૂબ લાંબો સમય છે. આ ધરતી પર આપણાથી પહેલા રહી ચૂકેલી લાખો પેઢીઓએ આપણે કંઈ ને કંઈ જરૂર આપ્યું છે. આપણે જે ભાષા બોલીએ છીએ, જે રીતે બેસીએ છીએ, આપણા કપડાં, આપણી ઈમારતો અને આજે આપણે જે કંઈ જાણીએ છીએ, લગભગ દરેક ચીજવસ્તુ પ્રાથમિક સ્તરે આપણને પાછલી પેઢીઓથી મળી છે.
જ્યારે આ ધરતી પર ફક્ત પશુ હતા, ત્યારે ફક્ત જીવતા રહેવાની જદ્દોજહદ હતી. બસ ખાવાનું, સવૂાનું, પ્રજનન કરવાનું અને એક દિવસ મરી જવું- એ જ જીવન હતું. પછી ધીમે ધીમે એ પશુએ વિકાસ શરૂ કર્યો. પશુની જેમ ચાલવાના બદલે તેણે ઊભા રહેવાનું શરૂ કર્યું, ધીમે ધીમે તેનું મગજ વિકસિત થયું અને તેની ક્ષમતાઓ પણ ઝડપથી વધવા લાગી. વિકસિત થઈને તે પશુ માણસ બન્યો. માણસ હોવાની સૌથી મહત્ત્વની ચીજ એ છે કે, આપણે ઓજારોનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓજારોનો ઉપયોગ કરવાની આ સાધારણ ક્ષમતાને આપણે વધારી અને તેને ટેકનિકોના વિકાસ સુધી લઈ ગયા. આપણે આજે આ રૂપમાં ફક્ત એટલા માટે છીએ કારણ કે, આટલી બધી ચીજો આપણને વારસામાં મળી છે.
આપણી પાસે આજે જે પણ ચીજ છે, આપણે તેનું મહત્ત્વ નથી સમજતા, પરંતુ પહેલી વાત એ કે, આપણા પહેલા આવનારી પેઢીઓ વિના આપણું અસ્તિત્વ જ ના હોત. બીજી વાત એ કે, તેમના યોગદાન વિના આપણી પાસે એ ચીજો ના હોત, જે આજે આપણી પાસે છે. એટલે પિતૃપક્ષમાં આપણે તેમનું મહત્ત્વ સમજીને એ બધા જ પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. આમ તો લોકો પોતાના દિવંગત માતા-પિતા કે પૂર્વજોને શ્રદ્ધાંજલિ તરીકે એક ધાર્મિક રિવાજના રૂપમાં આ પક્ષ મનાવે છે. હકીકતમાં આ એ તમામ પેઢીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાની એક પદ્ધતિ છે, જે આપણા પહેલા આ ધરતી પર આવી હતી.
આ સમયે ભારતીય ઉપ મહાદ્વીપમાં નવા પાક પાકવાની શરૂઆત થઈ જાય છે. એટલે પૂર્વજો પ્રત્યેસન્માન અને આભાર વ્યક્ત કરવાના પ્રતીક તરીકે સૌથી પહેલું અન્ન તેમને પિંડના રૂપમાં ભેટ આપવાની પ્રથા શરૂ થઈ છે. ત્યાર પછી લોકો નવરાત્રિ, વિજયાદશમી અને દિવાળી જેવા તહેવારોની ઉજવણી કરે છે. ભારતીય સંસ્તિકૃ માં મૃતકોના કલ્યાણ માટે મૃત્યુ અનુષ્ઠાન એક ગૂઢ પ્રક્રિયા હતી.
મૃતકનું આયુષ્ય, તેના જીવન અને મૃત્યુની પ્રકૃતિના આધારે આ અનુષ્ઠાનો બહુ જ સાવચેતીથી તૈયાર કરાતા હતા, જેનાથી એક જીવને જીવનના એક તબક્કામાંથી બીજામાં સહજ પ્રવેશ કરવામાં મદદ મળતી હતી અને તેનો આધ્યાત્મિક વિકાસ પણ સુનિશ્ચિત થતો હતો. એવું નથી કે, શ્રાદ્ધની ક્રિયાઓનો કોઈ આધાર નથી, પરંતુ સમય સાથે તે વિકૃતિઓ આવતી ગઈ અને તે વ્યવસાય થઈ ગયો. અનેક વાર એવું પણ થાય છે કે, કોઈ વ્યક્તિ જીવતેજીવ પોતાના માતા કે પિતા માટે કશું ના કરી શકી, તો એ આ ક્રિયાઓના માધ્યમથી પોતાને મનોવૈજ્ઞાનિક રાહત આપી શકે છે.
તેનું આધ્યાત્મિક પાસુ એ છે કે દરેક વ્યક્તિ અલગ જીવન જીવે છે અને એટલા માટે તે ત્યાંથી વિદાય પણ અલગ રીતે થાય છે. જો કોઈ મકાનની છત પડતાં ત્યાં જમા લોકો મરી જાય તો આ દુનિયાથી જવાની તેમની સ્થિતિ તો સમાન હશે પણ દરેક વ્યક્તિ અલગ પ્રકારના મોતને પામશે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ખાસ રીતે મૃત્યુપામે છે તો તેને વિશેષ સહાયની જરૂર હોય છે. આધ્યાત્મિક ક્રિયાઓ આધ્યાત્મિક રીતે હોવી જોઈએ પણ અનેકવાર તેને વ્યવસાયિક રીતે અંજામ અપાય છે.
આપણા જીવનની ઊર્જાઓ અનેક રીતે પ્રોગ્રામ કરાઈ છે. એક જેમાં તમે છો તે પ્રારબ્ધ કહેવાય છે. આ એક સોફ્ટવેર જેવી છે. જીવન પ્રક્રિયાઓ આ પ્રારબ્ધને ખર્ચ કરવામાં વળગી રહે છે. જો જીવનને આ શરીરમાં રહેવું તો જીવન ઊર્જાની એક તીવ્રતા જોઈએ. એક ફ્રિકવન્સી જોઈએ. જો એક ખૂબ જ તીવ્ર થઇ હોય તો જીવન શરીર છોડી દેશે અને આપણે કહીશું કે તેમણે સમાધી કેળવી લીધી. જો તે ખૂબ જ નબળી થઈ જાય તો જીવન ધીમેથી નીકળની જશે. ઠીક એવી રીતે જેવી રીતે લોકો મોટી ઉંમરે મૃત્યુપામે છે. એટલે કે આ જીવન જેમના માટે પ્રોગ્રામ કરાયો હતો એ શરીરે તેને પૂર્ણ રીતે જીવી લીધો છે.
બંને પ્રકારના લોકો ઓછા હોય છે. મોટાભાગના લોકો એટલા માટે મૃત્યુપામે છે કેમ કે તેમના શરીરમાં તૂટ-ફૂટ થઈ. મોટાભાગના કામ કરી લીધા, દારૂ-સિગારેટ પી લીધી, શરીરનો કોઈ અંગ બગડી ગયો. દુર્ઘટના થઈ ગઇ. એ વ્યક્તિએ શરીરને જીવનના રહેવા લાયક નથી છોડ્યો પણ જીવનની પાસે દર વર્ષવધુ રહેવાની તીવ્રતા હતી. જ્યારે જીવ આ પ્રકારે બહાર આવે છે તો તેને તાત્કાલિક બીજો શરીર મળતો નથી. તેણે રાહ જોવી પડે છે. હવે તેની પાસે શરીર નથી. તેની પાસે સાચા ખોટાનો ભેદ કરનાર વિવેકી મન નથી કે તે કોઈ કર્મ કરી શકે. તેની સહાયતાથી જે પ્રોગ્રામ દસ વર્ષમાં સમાપ્ત થવાનું હતું તેના વિના તેને પૂર્ણ કરવામાં સો વર્ષ, 500 વર્ષ પણ લાગી શકે છે.
આ તેના કર્મોના ચારિત્ર્ય પર નિર્ભર છે. હવે અમે મદદ કરવા ઈચ્છીએ છીએ કે તે આ કર્મોને જલદીથી ખતમ કરી લે જેથી તે લાંબા સમય સુધી અધરમાં ન રહે. તો શ્રાદ્ધ કર્મની પાછળ સંપૂર્ણ વિજ્ઞાન છે પણ હવે તેને જાણનારા લોકો દુર્લભ છે એટલા માટે દુર્ભાગ્યથી ફક્ત રિવાજો જ રહી ગયા છે. આધુનિકતાના પ્રવભાથી હવે આપણને તેના પર શરમ આવે છે. આધુનિક જીવન વધારેમાં વધારે સચોટ થતો જાય છે. જેની કિંમત આપણે અહીં અને પછી ચૂકવવી પડશે.
દુર્ભાગ્યપૂર્ણ રીતે ગત બે સદીઓમાં આ પરંપરાઓને મહદઅંશે તોડી મરોડી દેવાઇ છે અને તે સમાજથી લુપ્ત થવા લાગી છે. કાલ ભૈરવ શાંતિ સદગુરુ દ્વારા તૈયાર કરાયલે એક પ્રક્રિયા છે જેમાં શરીર છોડનારા વ્યક્તિને આ સંવેદનશીલ અવસ્થામાં મહત્ત્વપૂર્ણ મદદ મળે છે.