નવી દિલ્હી : તહેવારની સિઝનમાં, દરેક કાર કંપની તેમની કાર પર સારી છૂટ આપી રહી છે. જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કાર ખરીદવાનો આ શ્રેષ્ઠ સમય છે. અમે તમને ટોચની કારની ઓફર જણાવી રહ્યા છીએ ..
સેલેરિયો પર 53 હજારની છૂટ
મારુતિ સુઝુકી છેલ્લા ઘણા સમયથી સેલેરીયોની આગામી પેઢીના મોડેલ પર કામ કરી રહી છે અને આ નવું મોડેલ ટૂંક સમયમાં લોન્ચ થવાની સંભાવના છે. આથી જ મારુતિ સુઝુકી પોતાની કાર સેલેરીયો પર 53 હજાર સુધીની છૂટ આપી રહી છે, જેમાં 28 હજારનું કેશ ડિસ્કાઉન્ટ, 20 હજારનું એક્સચેંજ બોનસ અને 5 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
સ્વીફ્ટ, ડીઝાયર પર 40 હજારની છૂટ
મારુતિ સુઝુકીની બેસ્ટ સેલિંગ કાર સ્વિફ્ટ પર પણ છૂટ આપવામાં આવી રહી છે. મારુતિ સ્વિફ્ટ 15 હજારનું કેશ ડિસ્કાઉન્ટ અને 20 હજારની એક્સચેન્જ ઓફર આપી રહી છે. આ સિવાય સ્વીફ્ટ ડિઝાયર પર 14 હજારનું કેશ ડિસ્કાઉન્ટ અને 25 હજારનું એક્સચેંજ બોનસ મળી રહ્યું છે.
ઇગ્નિસ પર 30 હજારની છૂટ
કંપનીમાં ઇગ્નિસ સૌથી અલગ દેખાતી કાર છે. અને તે ખાસ કરીને મોટા શહેરોમાં ખૂબ લોકપ્રિય છે. કંપની તેને કોમ્પેક્ટ અર્બન એસયુવી ટેગના નામથી વેચે છે. આ કારને તહેવારની સીઝનમાં 30 હજાર રૂપિયા સુધીની કેશબેક, 5 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 5 હજારનું એક્સચેંજ બોનસ મળી રહ્યું છે.