મોદી સરકારે ખેતી કરવામાં મદદ માટે દેશના 11 કરોડ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં 93 હજાર કરોડ રૂપિયા મોકલી દીધા છે. આઝાદી બાદ પ્રથમ વખત કોઈ સરકારે આટલી મોટી રકમ સીધા ખેડૂતોના હાથમાં આપી છે. આ સંભવ થયુ છે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમના કારણે. જેને ડિસેમ્બર 2018માં પીએમ નરેન્દ્ર મોદીએ શરૂ કર્યુ હતુ. કેન્દ્રીય કૃષિ મંત્રાવયના સૂત્રોનું કહેવુ છે કે, આ વર્ષે નવેમ્બર સુધી કુલ સહાયતા રકમ વધારીને 1 લાખ કરોડ રૂપિયાથી વધારે થઈ જશે. કારણ કે, પૈસા મોકલવાનું કામ ચાલુ જ છે. ખાસ વાત એ છે કે, કોઈ ખેડૂત ક્યારે ય પણ તેમાં રજિસ્ટ્રેશન કરવા પર લાભ લેવાનું શરૂ કરી શકે છે. જે હેઠળ વર્ષના 6 હજાર રૂપિયાની મદદ આપવામાં આવે છે.
2-2 હજાર રૂપિયા મોકલવામાં આવ્યા
લગભગ છેલ્લા દોઢ મહીનામાં 8.80 કરોડ લોકોને 2-2 હજાર રૂપિયા મોકલવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના સમય પર આ સ્કીમની રકમ ખેડૂતોને ઊગારવા માટે ખૂબ જ કામ આવી છે. બધા પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફરના માધ્યમથી મોકલવામાં આવી રહ્યા છે. જેથી તેના પર ભ્રષ્ટ નેતાઓ અને નોકરશાહની નજર ન પડે. પૈસા દેશના બધા 14.5 કરોડ ખેડૂત પરિવારોને આપવામાં આવશે, પરંતુ આ સ્કીમ હેઠળ બધાનું વેરીફિકેશન થઈ શક્યુ નથી. મોદી સરકારે આ યોજના એટલા માટે ચલાવી છે કે, ખેડૂતોની આવક વધી શકે. તેના પર દબાણ ઓછુ થાય.
આ રીતે વધારે લોકોને મળી શકશે ફાયદો
પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમ હેઠળ પરીવારની પરિભાષામાં પતિ-પત્ની અને નાબાલિગ બાળક છે. જે પણ પુખ્ત વયના વ્યક્તિનું નામ રેવેન્યુ રેકોર્ડમાં દાખલ છે તે તેનો અલગથી ફાયદો લઈ શકે છે. તેનો અર્થ એ છે કે, એક જ ખેતી યોગ્ય જમીનના ભૂલેખ પત્રમાં જો એકથી વધારે વ્યસ્ક સભ્યના નામ દાખલ છે તો આ યોજના હેઠળ દરેક વ્યસ્ત સભ્ય અલગથી લાભ માટે પાત્ર હોઈ શકે છે. પછી ભલે તે સંયુક્ત પરીવારમાં જ કેમ રહેતા ન હોય. તે માટે રેવન્યુ રેકોર્ડ સિવાય આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટ નંબરની જરૂરિયાત પડશે.
આ રીતે ખુદ કરો અપ્લાઈ
આ સ્કીમ હેઠળ તમે ઘર બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. અરજીની સ્થિતિ જાણવા માગો છો તો તેમાં કોઈ ફેરફાર કરવા માગો છો તો પણ કરી શકો છો. તે પણ માત્ર એક ક્લિકમાં જ. તે માટે સૌ પ્રથમ તમારે www.pmkisan.gov.in ની વેબસાઈટ પર જવાનું રહેશે. વેબસાઈટના પ્રથમ પેજ પર જ જમણી સાઈડ મોટા અક્ષરોમાં ફાર્મર કોર્નર લખેલુ છે. જો તમે જોવા માગો છો કે, તમારુ નામ યાદીમાં છે કે નહી તો તમારે લાભાર્થી યાદી/Beneficiart list પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે રાજ્ય, જિલ્લા, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામનું નામ ભરીને તમારુ નામ જોઈ શકો છો.
વર્તમાન સ્થિતિની જાણ મેળવી શકો છો
જો તમે આ યોજના માટે અપ્લાઈ કરી દીધુ છે અને તેની સ્થિતિ વિશે જાણવા માગો છો તો Beneficiary Status પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે આધાન નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર નાખી વર્તમાન સ્થિતિની જાણ મેળવી શકો છો. તમે અરજીની સ્થિતિ PM-KISAN ની હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરી જાણી શકો છો. આ નંબર પર ફોન કરી તમે તે પણ જાણ કરી શકો છો કે, છેલ્લા અરજી બાદ પણ પૈસા કેમ મળી રહ્યા નથી.