25મી માર્ચના રોજ જાહેર થયેલ વિશ્વના સૌથી મોટા લોકડાઉનને આગળ લંબાવવો કે કોઈ છૂટછાટ આપવી તે અંગે ચારેતરફ ચર્ચાઓ જોવા મળી રહી છે અને લોકડાઉન લંબાવવું તો વધુ કેટલા દિવસ ભારતને બંધ રાખવાની જરૂર છે તે મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે.વડાપ્રધાન મોદી રવિવારે 12મી એપ્રિલે 12 વાગે દેશને સંબોધન કરી શકે છે. કોરોના વાયરસ સામે લડવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉન કેટલું અને કઈ રીતે લંબાવવું તે અંગે pm modi સ્પષ્ટતા કરી શકે છે. છેલ્લા બે દિવસથી વડાપ્રધાન આ મુદ્દે હાઈ લેવલ મીટિંગ કરી રહ્યાં છે અને આવતીકાલે બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લઈ શકે છે. મુખ્યમંત્રીઓ સાથે શનિવારે બપોરે એક મોટી ચર્ચા કરીને સાંજે દેશના અન્ન-પુરવઠા અને સ્વાસ્થયની સ્થિતિનો તાળ મેળવીને રવિવારે બપોરે દેશને સંબોધન કરી શકે છે.આ સિવાય પીએમ મોદી દેશના ગરીબ લોકો માટે પણ કઈંક જાહેરાત કરે તેવી આશા છે.