Sela Tunnel : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા છે. ઈટાનગરમાં અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ પીએમ મોદીને ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ અહીં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ સિવાય તેમણે નોર્થ ઈસ્ટમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
પીએમ મોદીનું સ્વાગત કરતા અરુણાચલના સીએમ પેમા ખાંડુએ કહ્યું કે, અરુણાચલના લોકો વતી હું પીએમ મોદીનો ઇટાનગર આવવા અને અહીં વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે આભાર માનું છું.
સેલા ટનલ શું છે?
સેલા ટનલ એ વિશ્વની સૌથી વધુ ઊંચાઈ (13000 ફીટ) પર બનેલી સૌથી લાંબી ટનલ છે. આ ડબલ લેન ઓલ-વેધર ટનલ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામિંગ અને તવાંગ જિલ્લાઓને જોડશે. LAC સુધી પહોંચવાનો આ એકમાત્ર રસ્તો છે.
જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશ બાદ વડાપ્રધાન બપોરે જોરહાટ પરત ફરશે અને હોલોંગાથરમાં પ્રખ્યાત અહોમ યોદ્ધા લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે.