વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહરીનની રાજધાની મનામામાં ભગવાન શ્રીકૃષ્ણના 200 વર્ષ જુના મંદિરના પુનનિર્માણ માટે 42 લાખ ડોલરની પરિયોજનાનું ઉદધાટન કર્યું છે. બહરીનની યાત્રા કરનાર બનેલા પહેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અહીં પહોંચ્યા હતા.
મનામામાં સ્થિત 200 વર્ષ જુના કૃષ્ણ મંદિરનું પુનનિર્માણનું કાર્ય આજ વર્ષે શરુ કરવામાં આવશે. 42 લાખ ડોલરના ખર્ચે આ મંદિરને 45 હજાર વર્ગ ફૂટના વિસ્તારમાં ત્રણ માળના ભવન સાથે નવીનીકરણ કરાશે.
આ પહેલા વડાપ્રધાનને અહી ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રિનેસન્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે બહરીનના શાહ હમાદ બિન ઇસા અલ ખલીફાની સાથે વિભિનન્ન દ્રિપક્ષીય અને ક્ષેત્રીય વિસ્તારો પર વાતચીત કરી હતી. ફ્રાન્સ, યૂએઇ અને બહરીનની યાત્રાના છેલ્લા તબક્કા હેઠળ પીએમ મોદી અહીં પહોંચ્યા હતા. બહરીન પહેલા તેમણે સંયુક્ત અરબ અમીરાતની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે અબુધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે બંને દેશો વચ્ચે વેપારી અને સાંસ્કૃતિક સંબંધો સુધારવા મામલે ચર્ચા કરી હતી.