Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી અંતર્ગત અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં મતદાન થયું છે. હવે ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થવાનું છે. આ દિવસે પશ્ચિમ બંગાળની આઠ લોકસભા સીટો માટે મતદાન થશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પશ્ચિમ બંગાળમાં તોફાની પ્રવાસ કરશે અને વ્યાપક પ્રચાર કરશે. વડાપ્રધાન મોદી રવિવારે ચાર રેલીઓને સંબોધિત કરશે.
પીએમ મોદી ચાર સ્થળોએ જનસભાને સંબોધશે
બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી પહેલા બેરકપુરમાં બીજેપી ઉમેદવાર અર્જુન સિંહના સમર્થનમાં રેલીને સંબોધિત કરશે. આ રેલી સવારે 11.30 કલાકે જલેબી મેદાન, ભાટપરા ખાતેથી શરૂ થશે.
આ પછી પીએમ મોદી બપોરે 1.00 વાગ્યે હુગલીમાં બીજેપી ઉમેદવાર લોકેટ ચેટર્જીના સમર્થનમાં જનસભાને સંબોધશે. આ જનસભાનું આયોજન હુગલીના ચિનસુરહમાં કરવામાં આવશે.
બપોરે 2.30 કલાકે વડાપ્રધાન આરામબાગમાં ભાજપના ઉમેદવાર અરૂપ કુમારના સમર્થનમાં રેલીને સંબોધશે. જંગલપરાના પુરસુરામાં આ જાહેરસભાનું આયોજન કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 4.00 કલાકે હાવડાના બિરલા જલા ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધશે.