વડાપ્રધાન નરેન્દ્ર મોદી સથે હાથ મિલાવતી તસવીર અપલોડ કરનારા યુવક અનુપમ પાંડેને સોશિયલ મીડિયા પર PM મોદીનો ‘મિનિટ-ટૂ-મિનિટ’ કાર્યક્રમ રજૂ કરવાનું મોંઘું પડી ગયું. SPG તરફથી આ મુદ્દે વાંધો ઉઠાવાયા બાદ DGPના નિર્દેશ પર મંગળવારે યુવક સામે કેસ નોંધવામાં આવ્યો, ત્યારબાદ પોલીસે તેને અરેસ્ટ કરી લીધો અને મોડી રાત સુધી તેની પૂછપરછ ચાલતી રહી.
અસલમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેંક્રો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીની મુલાકાત અંગે SPG ખૂબ જ સર્તકતા વર્તી રહી હતી. PM મોદી પર પહેલેથી જ આતંકવાદી હુમલા અંગે ઘણી જાસૂસી એજન્સીઓ તરફથી ઈનપુટ મળી રહ્યાં હતા, આવામાં વડાપ્રધાનની વારાણસી મુલાકાતનો મિનિટ-ટૂ-મિનિટની વિગત સોશિયલ મીડિયલ મીડિયા પર બહાર આવતા જ તેમની સુરક્ષામાં તેનાત SPG સક્રિય થઈ ગઈ. તપાસમાં જાણવા મળ્યું કે, અનુપમ પાંડે તરફથી સૌપ્રથમ સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમ મૂકવામાં આવ્યો હતો.
સકુશળ મુલાકાત બાદ SPGએ DGPને સમગ્ર પ્રકરણથી અવગત કરાવતા આપત્તિ વ્યક્ત કરી. SPGની આ વાતથી વહીવટદારોમાં હડકંપ મચી ગયો. તેમણે ઝડપભેર વારાણસીના ઉચ્ચ અધિકારી સાથે વાત કરી અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી માટે સૂચવ્યું. જણાવાઈ રહ્યું છે કે, જે યુવકની ધરપકડ કરવામાં આવી તેના પિતા જૌનપુરમાં આયુર્વેદના મેડિકલ ઑફિસર પદેથી નિવૃત્ત થયા છે. પૂછપરછ દરમિયાન પરિવારજનોએ દાવો કર્યો કે, અનુપમ બે વર્ષ પહેલા PMO સાથે જોડાયો હતો અને તબિયત ખરાબ થઈ જતા વારાણસી આવી ગયો હતો.
જણાવી દઈએ કે, અનુપમ પાંડેને PM મોદી ટ્વીટર પર ફૉલો કરે છે. PM ટ્વીટર 2 હજારથી પણ ઓછા લોકોને ફોલો કરે છે જેમાં અનુપમ પાંડે પણ છે. અનુપમનું એકાઉન્ટ વેરિફાઈડ છે અને તેને 28 હજારથી વધુ લોકો ફૉલો કરે છે. અનુપમે 2015માં પીએમ મોદી સાથે હાથ મિલાવતી તસવીર પોસ્ટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરક્ષામાં ચૂકનો બીજો એક કિસ્સો પણ સામે આવ્યો છે જેમાં મંડુવાડીહ રેલવે સ્ટેશન પર પીએમ મોદી વારાણસી-પટના એક્સપ્રેસને સિગ્નલ આપવા માટે આવ્યા હતા ઘણા બધા લોકો ચકાસણી વિના જ પ્રતિબંધિત ક્ષેત્રમાં દાખલ થઈ ગયા. જોકે, SPGએ ભીડને તરત જ રોકી લીધી હતી. આ જ બાબતે SPGએ સંબંધિત અધિકારીઓને સ્પષ્ટિકરણ આપવા માટે કહ્યું છે.
વડાપ્રધાનના પ્રવાસ અગાઉ સીએમ યોગી આદિત્યનાથે વારાણસીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન યોગીએ કહ્યું હતું કે, PM અને ફ્રાન્સ રાષ્ટ્રપતિની સુરક્ષામાં જો કોઈ ચૂક થશે તો તેના માટે જવાબદાર અધિકારીઓ પર સખત કાર્યવાહી થશે. તેમ છતા થયેલી ચૂકને મોટી બેદરકારી માનવામાં આવે છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.