PM Modi: પીએમ મોદી આ સપ્તાહના અંતમાં વાયનાડ જશે, ભૂસ્ખલન પીડિતોને મળશે
PM Modi આ સપ્તાહના અંત સુધીમાં વાયનાડ જઈ શકે છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી 10 કે 11 ઓગસ્ટે વાયનાડની મુલાકાત લઈ શકે છે.
વડાપ્રધાન મોદી આ સપ્તાહના અંત સુધીમાં વાયનાડ જઈ શકે છે.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી 10 કે 11 ઓગસ્ટે વાયનાડની મુલાકાત લઈ શકે છે. પીએમ અહીં સ્થિતિની સમીક્ષા કરશે. વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે લગભગ 300 લોકોના મોત થયા છે. આ દરમિયાન વડાપ્રધાન પીડિતોને પણ મળશે.
તમને જણાવી દઈએ કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ 138 લોકો હજુ પણ લાપતા છે. વહીવટીતંત્રે ગુમ થયેલા લોકોની યાદી પણ જાહેર કરી છે.