વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી સામાન્ય બજેટ પર સ્પષ્ટ સંકેત આપ્યા છે કે સરકાર પોતાના સુધારાના એજન્ડા પર કામ કરતી રહેશે. પીએમ મોદીએ કહ્યું કે, સામાન્ય બજેટ લલચામણું નહીં હોય. બજેટમાં દેશના આર્થિક વિકાસ માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે,સામાન્ય જનતા પ્રમાણિક સરકાર ઇચ્છે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, આ મુદ્દો નાણાં મંત્રીના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને આથી તેઓ તેમાં દખલ કરવા નથી માંગતા.
કૃષિ ક્ષેત્રમાં આવેલ સંકટ અંગે વડાપ્રધાને કહ્યું કે, આલોચના ન્યાયસંગત છે. આ કેન્દ્ર અને રાજ્ય સરકારની જવાબદારી છે કે, તેઓ ખેડૂતોની સમસ્યાઓ ઓળખે અને તેનું સમાધાન કરે.