આંધ્ર પ્રદેશ અને તેલંગણાની સંયુક્ત રાજધાની હૈદરાબાદ ખાતે આજે વડાપ્રધાન મોદી મેટ્રો ટ્રેનનું કરશે ઉદ્ઘાટન. હૈદરાબાદ આઠમું શહેર છે કે, જ્યાં મેટ્રો ટ્રેન ચાલશે. હાલમાં દેશમાં દિલ્હી એનસીઆર, લખનૌ, જયપુર, કોચી,બેંગ્લોર, મુંબઇ અને કોલકતામાં મેટ્રો ટ્રેન ચાલે છે.
પ્રથમ ચરણમાં નગોલે અને મિયાપુર વચ્ચે 30 કિલોમીટર મેટ્રો ટ્રેન 2 કલાક અને 45 મિનિટે વડાપ્રધાન મોદી પ્રસ્થાન કરાવશે.મેટ્રો ટ્રેનમાં 24 સ્ટેશનોનો સમાવેશ કરવામાં અાવ્યો છે. વડાપ્રધાન મોદી સાથે તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ મિયાપુરથી કુકતપલ્લી સુધી ટ્રેનમાં સફર કરશે.
અત્યારે 57 કોચ તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં, દરેક ટ્રેનમાં 3 કોચ હશે, ભવિષ્યમાં 6 કોચ કરવામાં આવશે. એક સમયે આ 3-કોચની ટ્રેનમાં 330 મુસાફરો મુસાફરી કરી શકશે. આ સમગ્ર ટ્રેક 72 કિ.મી. માટે તૈયાર થશે, જે 12 કિ.મી. ભૂગર્ભ હશે.