વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે, 12 સપ્ટેમ્બરના રોજ ગ્રેટર નોઇડામાં વર્લ્ડ ડેરી કોન્ફરન્સ 2022નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં 50 દેશોના 1500 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં 300 વિદેશી પ્રતિનિધિઓ અને 1200 ભારતીય પ્રતિનિધિઓ સામેલ થશે. આ ઉપરાંત 700 થી 800 ખેડૂતો પણ કોન્ફરન્સમાં ભાગ લેશે જેમાંથી મોટાભાગના ભારતીયો હશે.
કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ ગુરુવારે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ચાર દિવસ સુધી ચાલશે. વર્લ્ડ ડેરી સમિટમાં વૈશ્વિક અને ભારતીય ડેરી ઉદ્યોગના નિષ્ણાતો, ખેડૂતો અને નીતિ આયોજકો ભાગ લેશે. તેમણે કહ્યું કે દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે, જ્યારે વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં દેશનો હિસ્સો 23 ટકા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં લગભગ આઠ કરોડ ડેરી ખેડૂતો છે. આમાંના મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત (સરેરાશ બે પશુઓ ધરાવતા) છે. દેશમાં દૂધનું વાર્ષિક સ્થાનિક ઉત્પાદન 220 મિલિયન ટન હોવાનો અંદાજ છે.