તામિલનાડુમાં કાવેરી મેનેજમેન્ટ બોર્ડ બનાવવા માટેની માગણી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાજકીય, સામાજિક અને વિદ્યાર્થી સંગઠનોએ તીવ્ર પ્રદર્શન કર્યું છે.ગુરુવારે તમિલનાડુ પહોંચ્યા વડાપ્રધાન મોદીના આ મુલાકાતના વિરોધ પક્ષોએ કાળા વાવટાઓ દર્શાવ્યા હતા.
નવી દિલ્હીથી એક ખાસ વિમાનથી ચેન્નાઇ પહોંચેલા મોદીનું હવાઇમથક પર કેન્દ્રના નિર્મલા સિતારામન, પૉન રાધાકૃષ્ણન, રાજ્યપાલ બાન્નેરીલાલ પુરોહિત, મુખ્યમંત્રી ઇ.પલનીસ્વામી, ઉપમુખ્ય પ્રધાન ઓ. પનિવીસેલવમ અને મુખ્ય સચિવ ગિરિજા વૈધ્યનાથન દ્વારા સ્વાગત કરવામાં અાવ્યુ હતુ.ચેન્નઇમાં લોકો નરેન્દ્ર મોદીના વિરોધમાં કાળા ફુગ્ગાઓ ઉડાવી વિરોધ કર્યો જેમાં લખેલુ હતુ કે મોદી ગો બેક.
કરૂણાનીધિએ કાળા કપડા પહેરી વિરોધ કર્યો છે.
તામિલનાડુના જાણીતા ચહેરામાંથી એક વાઇકોએ પણ ગુરુવારે મોદીની સામે વિરોધ પ્રદર્શન કરવાની આગેવાની કરી હતી.આ લોકો કાળા રંગના કપડાં પહેરતા હતા.વાઇકોએ કહ્યું કે કાવેરી બોર્ડની રચના થવી કોઈ એક ષડયંત્ર છે. બીજી બાજુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કબૂતરોને બ્લેક રીબીન બાંધી તેમને ઉડાડ્યા અને તેમની સામે વિરોધ કર્યો.