કોરોના વાયરસ સંક્રમણને કાબૂમાં કરવા માટે દેશભરમાં લાગૂ લોકડાઉનને કારણે જ્યારે વર-વધૂને એકબીજાના રાજ્યમાં જવાની પરવાનગી ન મળી તો તેમણે પોતે જ રાજ્યોને સીમા પર એકબીજાને કબૂલ કરી લીધા. ઉત્તરાખંડના ટિહરીમાં કોઠી કોલોનીના મોહમ્મદ ફેઝલના નિકાહ ઉત્તર પ્રદેશના બિજનોરના નગીનાની આયશા સાથે બુધવારે નક્કી થયા હતા.
આયશાના પરિવારે જણાવ્યું કે, જાનૈયા બુધવારે આવવાના હતા, પણ લોકડાઉનને કારણે વરરાજા પક્ષને ઉત્તર પ્રદેશમાં આવવાની પરવાનગી મળી નહીં. તેમણે કહ્યું કે, બંને પક્ષો નક્કી કરેલી તારીખે જ નિકાહ કરાવવા માગતા હતા. માટે પ્રશાસન પાસેથી પરવાનગી લઈને બંને રાજ્યોની સીમા પર નિકાહ કરાવવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે, આ દરમિયાન બંને રાજ્યોની પોલીસ પણ ત્યાં મોજૂદ હતી. જિલ્લા બિજનોર રેડ ઝોન છે માટે વર અને કન્યા પક્ષને બોર્ડર પર જ લગ્ન કરવાનો આગ્રહ કરવામા આવ્યો હતો, જેનો બંને પક્ષોએ સ્વીકાર કરી લીધો હતો.