Pope Francis Passed Away: કેથોલિક ખ્રિસ્તી ધર્મના મુખ્ય નેતા પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Pope Francis Passed Away: કેથોલિક ખ્રિસ્તી ધર્મના મુખ્ય નેતા પોપ ફ્રાન્સિસનું નિધન થયુ છે. તેઓ 88 વર્ષની વયે 21 એપ્રિલ 2025ના રોજ તેમના નિવાસસ્થાન કાસા સાન્ટા માર્ટા, વેટિકન ખાતે અવસાન પામ્યા. પોપ ફ્રાન્સિસ છેલ્લા કેટલાક દિવસોથી ફેફસાના ગંભીર ચેપથી પીડાતા હતા. તેમને ડબલ ન્યુમોનિયા અને કિડની સંબંધિત સમસ્યાઓ પણ હતી.
પોપ ફ્રાન્સિસ 2021માં પણ 10 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.
સાંતા માર્ટા નિવાસસ્થાને અવસાન
વેટિકન દ્વારા પ્રસારિત કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “પોપ ફ્રાન્સિસનું અવસાન 21 એપ્રિલ 2025ના રોજ તેમના નિવાસસ્થાન કાસા સાન્ટા માર્ટા, વેટિકનમાં થયુ.”
અંતિમ દિવસોમાં પોપ ફ્રાન્સિસની મુલાકાત
ગઈકાલે, પોપ ફ્રાન્સિસે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સાથે મળીને ચર્ચા કરી હતી. આ ઉપરાંત, પોપ ફ્રાન્સિસ એસ્ટરની ઉજવણી માટે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં અનેક લોકો સાથે મળીને હાજરી આપી હતી, જ્યાં લોકો દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડબલ ન્યુમોનિયા શું છે?
ડબલ ન્યુમોનિયા એ બંને ફેફસામાં ચેપનો સંદર્ભ છે, જેને તબીબી ભાષામાં દ્વિપક્ષીય ન્યુમોનિયા કહેવામાં આવે છે. આ એક ગંભીર સ્થિતિ છે, ખાસ કરીને વૃદ્ધ લોકો અને બાળકોમાં, જ્યાં ફેફસામાં કફ ભરાઈ જાય છે અને તે બહાર આવી શકતો નથી.
ડબલ ન્યુમોનિયાના લક્ષણો
ડબલ ન્યુમોનિયાના લક્ષણોમાં ઉંચો તાવ, સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને થાકનો સમાવેશ થાય છે. જો કે, આ લક્ષણો માટે તાત્કાલિક સારવાર લેવી ખૂબ જરૂરી છે, ખાસ કરીને વૃદ્ધો અને વધુ સંકટગ્રસ્ત લોકોને.