કાનપુરના બિકરુ ગામમાં 8 પોલીસકર્મીની હત્યા કરનાર અને 5 લાખના ઈનામી ગેંગસ્ટર વિકાસ દુબેની ગુરુવારે ઉજ્જૈનના મહાકાલથી ધરપકડ કરી લેવામાં આવી. વિકાસ મહાકાળેશ્વરનો ભક્ત હતો. ઘરે પણ રોજ 2 કલાક પૂજા કરતો હતો. તે ઉપરાંત તે શ્રાવણ મહિનામાં દર સોમવારે આનંદેશ્વર મંદિરમાં પણ દર્શન કરવા જતો હતો. વિકાસે મહંત શોભન સરકારના કહેવાથી 2003 માં હાથની અંદર ઓપરેશન કરાવીને જીનવરક્ષક દુર્ગા કવચ પહેર્યું હતું.
દર વખતે મહાકાલના દર્શન કરવા માટે જાય છે અને ત્યાં બાબાનો શૃંગાર કરે છે. આ પહેલાં કાનપુર શૂટઆઉટ પછી વિકાસની માતાએ કહ્યું હતું કે, તેમના દીકરાએ જે કર્યું છે તેના માટે તેનું પણ એન્કાઉન્ટર થવું જોઈએ. વિકાસ દુબે 2 જુલાઈ રાતથી ફરાર હતો. તેનું માનવું હતું કે, મહાકાલના દર્શન કરવાથી અકાળે મૃત્યુથી બચી શકાય છે.