વડાપ્રધાન મોદીએ શનિવારના રોજ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ધાટન કર્યુ છે. આ સેન્ટર મહાત્મા ગાંધીને સમર્પિત કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન મોદીએ આ માટે સૌથી પહેલા 10 એપ્રિલ 2017ના રોજ ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પુરા થવા પર કરી હતી. આ કેન્દ્રમાં આવેલા સભાગૃહમાં ભાવિ પેઢીને સ્વચ્છ ભારત મિશનની સફળ યાત્રાના પણ દર્શન થશે.વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે, દેશને નબળી કરતી ખામીઓ અને ગંદકી ભારત છોડો, તેનાથી વધુ બીજુ શું સારુ હોય.
વડાપ્રધાન મોદીના સંબોધનની ખાસ વાતો અહીં જાણો
- આ ઐતિહાસિક પ્રસંગે રાજધાટ નજીક, રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું લોકાર્પણ ઘણી મોટી પ્રાસંગિક ઘટના છે.
- આ કેન્દ્ર બાપૂના સ્વચ્છાગ્રહ પ્રતિ 130 કરોડ ભારતીયોની શ્રદ્ધાંજલિ છે, કાર્યાંજલિ છે.
- ભારતના ઈતિહાસમાં 8 ઓગસ્ટનો દિવસ અતિ મહત્વનો છે. આજના જ દિવસે 1942માં ગાંધીની આગેવાની આઝાદી માટે ગાંધીએ એક વિરાય આંદોલન શરૂ કર્યુ હતું. અંગ્રેજો ભારત છોડોનો નારો આપ્યો હતો.
- શહેરથી લઈને ગામડાઓ સુધી, સ્કૂલથી લઈને ઘર સુધી તમે જ રસ્તો બતાવી શકશો કે, સાફ સફાઈનું ધ્યાન રાખો
- ગત વર્ષે તમામ ગામે ખુલ્લામાં શૌચ કરવાથી મુક્તિની જાહેરાત કરી હતી. આ સફળતાને આગળ વધારવાની છે. સ્વચ્છતાના ચેમ્પિયનમાં તમે મહત્વની ભૂમિકા અદા કરી શકશો.
- રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ધાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રમાં સ્વચ્છ ભારત મિશન પર એક શોર્ટ ફિલ્મ પણ જોઈ હતી. દેશભરમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે આ વીડિયો બનાવ્યો છે.