નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ગુરુદ્વારા શ્રી શીશગંજ સાહિબ (Sheesh Ganj Sahib Gurudwara) પહોંચ્યા હતા અને ત્યાં માથું ટેકવ્યું હતું. ગુરુદ્વારા પહોંચીને પીએમ મોદીએ પ્રાર્થના કરી હતી અને થોડો સમય ત્યાં જ વિતાવ્યો હતો. પીએમ મોદી અચાનક જ ગુરુદ્વારા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કોઈ વિશેષ સુરક્ષા ન હતી. એટલું જ નહીં, કોઈ વિશેષ સુરક્ષા માર્ગ વગર જ ગુરુદ્વારા પહોંચ્યા હતા. પીએમ મોદીએ અહીં પ્રાર્થના બાદ પ્રસાદ પણ લીધો હતો.
શીખોના નવમાં ગુરુ શ્રી તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના સમાપન કાર્યક્રમમાં હાજરી આપવા માટે પીએમ મોદી સવારે ગુરુદ્વારા શ્રી શીશગંજ સાહિબ પહોંચ્યા હતા. પહેલા એવા સમચાર આવ્યા હતા કે શ્રી ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પ્રવ નિમિત્તે પીએમ મોદી શ્રી ગુરુ તેગ બહાદુરના સ્મારકનું લોકાર્પણ કરશે.
આ વિશાળ સ્મારક ખાતે ગુરુના ત્યાગ અને બલિદાનની જાણકારી હશે. સેન્ટ્રલ વર્જ પર તેને 40 ફૂટ ઊંચાઈ અને 25 ફૂટની પહોળાઈમાં બનાવવામાં આવ્યું છે. તેની જાડાઈ સાત ફૂટ છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે હાલ જે સ્થળ પર શીસગંજ ગુરુદ્વારા હયાત છે ત્યાં ઇસ્લામ કબૂલન કરવા પર મોગલ બાદશાહ ઔરંગજેબના કહેવા પર જલ્લાદે સ્રી ગુરુ તેગ બહાદુર અને તેમના શિષ્યોનું ગળું કાપી નાખ્યું હતું. ઔરંગજેબ તરફથી ધર્મપરિવર્તન માટે અનેક લાલચ આપવામાં આવી હતી.
બાદમાં ગુરુ તેગ બહાદુર સામે તેમના શિષ્યોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જે બાદમાં પણ તેમણે સ્પષ્ટ કહ્યુ હતુ કે શીશ (માથું) કપાવી શકીએ છીએ પરંતુ કેશ (વાળ) નહીં. આ કારણે આ ઐતિહાસિક ગુરુદ્વારા વિશ્વભરમાં લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.