વડાપ્રધાન મોદીએ મેક ઈન ઈન્ડીયા અંતર્ગત બનેલી K-9 વજ્ર તોપને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. સુરતના હજીરા ખાતે L&T ના પ્લાન્ટની મુલાકાત લઈ વડાપ્રધાન મોદીએ તોપ પર સવારી પણ કરી હતી અને તોપ અંગેની જાણકારી પણ હાંસલ કરી હતી. હવે આ તોપ હવે 26મી જાન્યુઆરીના રિપબ્લીક ડે પર નવી દિલ્હીની પરેડમાં જોવા મળશે.
આ તોપને મેક ઈન્ડીયા જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી છે. તોપમાં એકીસાથે પાંચ સૌનિકો બેસી શકે છે અને આ તોપ ત્રણ મિનિટમા 15 રાઉન્ડ ફાયર કરી શકે છે જ્યારે 60 મિનિટમાં 60 રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. 2018માં L&T એ સાઉથ કોરીયાની કંપની હાનવ્હા ટેક્વિન સાથે તોપ બનાવવાનો કરાર કર્યો હતો. આવી 100 તોપ તૈયાર કરવાનો કરાર કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદી દ્વારા ટેન્કને આર્મીને સુપરત કરવામાં આવ્યા બાદ સૈન્યની તાકાતમાં અનેકગણો વધારો થવાનો છે. રક્ષા નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે સુરતના હજીરા ખાતે L&T પ્લાન્ટમાં તૈયાર કરાયેલી ટેન્ક એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ છે. આ ટેન્કને સેલ્ફ પ્રોપેલ્ડ હોવરક્રાફ્ટ પણ કહેવામાં આવે છે. આ તોપ બોફોર્સને પણ પાછળ પાડી દેનારી છે.
વડાપ્રધાન મોદીએ તોપ પર સવારી કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.