વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિજ્ઞાન ભવનમાં ટીબીમુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમનું અાયોજન WHO, SEARO અને સ્ટોપ ટીપી અંતર્ગત કરવામાં આવ્યુ હતુ.
વડાપ્રધાને આ અભિયાનનો શુભારંભ કરતા જણાવ્યુ હતુ કે, WHO દ્વ્રારા 25 વર્ષ પહેલા જ ટીબી ઈમરજન્સી હોવાનુ ઘોષિત કરી દીધુ હતુ. ત્યારથી આ રોગ વિરૂધ્ધ અભિયાન ચાલી રહ્યુ છે. ભારત પણ છેલ્લા કેટલાક સમયથી ટીબી વિરૂધ્ધ લડાઈ લડી રહ્યુ છે. આ તો બસ ફરીથી આ રોગને જડમૂળથી ઉખેડી ફેંકી કાઢવાની હાકલ કરી છે.
વડાપ્રધાને જણાવ્યું હતુ કે ભારતમાં ગરીબ માણસો ટીબીનો સૌથી પહેલો શિકાર થાય છે ત્યારે ટીબી મુક્ત ભારતનું સપનુ જોવાઈ રહ્યુ છે અાપણે સાથે મળી ટીબી મુક્ત ભારત બનાવીશું.