કેન્દ્રીય સૂચના આયોગે વિદેશ મંત્રાલયને વર્ષ ૨૦૧૩-૨૦૧૭ની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ દરમિયાન એર ઈન્ડિયાના ચાર્ટર્ડ પ્લેન પર આવેલા ખર્ચ સાથે જોડાયેલા દસ્તાવેજો સાર્વજનિક કરવાનો નિર્દેશ કર્યો છે.
આ મામલો નિવૃત્ત અધિકારી લોકેશ બત્રા સાથે જોડાયેલો છે. તેમણે આરટીઆઈ કરીને નાણાં વર્ષ ૨૦૧૩-૧૪ અને વર્ષ ૨૦૧૬-૧૭ની વચ્ચે વડાપ્રધાનના વિદેશ પ્રવાસ સંબંધિત બિલ, ચલાણ અને અન્ય રેકોર્ડનો ખુલાસો કરવાની માંગ કરી હતી.
એર ઈન્ડિયાને ૧૧૯ કરોડ રૂપિયાના પેન્ડિંગ બિલોને PMOએ જાન્યુઆરી ૨૦૧૭માં ચૂકવ્યું હતું. આ બિલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેટલાક વિદેશ પ્રવાસ સંબંધિત હતા. માથુરે વર્ષ ૨૦૧૭માં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ દરમિયાન યાત્રા ખર્ચ સાથે સંબંધિત ફાઈલ નોટિસનો ખુલાસો કરવાનો ઈનકાર કરી દીધો હતો.લોકેશ બત્રાની RTI હેઠળ વિદેશ પ્રવાસ પર થયેલો ખર્ચ દર્શાવવા નિર્દેશ કરવામાં અાવ્યો છે.