લોકસભામાં ગુરૂવારનાં રોજ બે મહત્વનાં બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એમેન્ડમેન્ટ બિલ અને સ્પેસિફિક રીલિફ એમેન્ડમેન્ટ બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. આ બિલમાં જરૂરી કાયદાઓ બનશે તે પછી પ્રાઈવેટ ક્ષેત્રમાં કામ કરનાર કર્મચારીઓને ફાયદો થશે.
તેમની રૂ.20 લાખ સુધીની ગ્રેજ્યુટી ટેક્સ ફ્રી થઈ જશે. તેનાંથી પ્રાઈવેટ સેક્ટરનાં કર્મચારીઓની ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં વૃદ્ધિ થશે કે જે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ મુજબ સીસીએસ (પેન્શન)નાં નિયમોમાં શામેલ નથી.
ઉલ્લેખનીય છે કે આ બંને બિલ કોઇ પણ પ્રકારની ચર્ચા વિના પસાર થયાં હતા. વિપક્ષી સભ્યોએ આ બિલ પર ચર્ચા અને મત વિભાજનીની માગણી કરી હતી. પરંતુ વિપક્ષનાં હંગામા વચ્ચે બિલ ધ્વનિ મતથી પસાર કરી દેવાયાં.
પહેલા રૂ.10 લાખથી વધુ ગ્રેજ્યુઇટી ન હોતી અપાઇ શકાતીઃ
અત્યાર સુધી પ્રાઈવેટ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓમાં 5 વર્ષથી વધુ સમય માટે નોકરી કરી ચુકેલા કર્મચારીઓને નોકરી છોડવા અથવા નિવૃત થયાં બાદ રૂ.10 લાખ સુધીની જ ટેક્સ ફ્રી ગ્રેજ્યુટી માટે યોગ્ય ગણવામાં આવતાં હતાં.
પરંતુ આ બિલને કાયદો બનવાની સાથે જ હવે આ મર્યાદા પણ બમણી થઈ જશે. હવે સુધારા બાદ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતાં કર્મચારીઓને 20 લાખ રૂપિયા સુધીની ટેક્સ ફ્રી ગ્રેજ્યુઇટી મળી શકશે.