Priyanka Gandhi: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકની ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી છે. વિનેશ વધારે વજનના કારણે બહાર ફેંકાઈ ગઈ છે.
Priyanka Gandhi: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે.અયોગ્ય જાહેર થયા બાદ વિનેશ કુસ્તીની ફાઈનલ મેચ રમી શકશે નહીં. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પર વિનેશ ફોગાટ માટે ઈમોશનલ પોસ્ટ કરી છે. જેમાં તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં કરોડો દેશવાસીઓ એ જ ઉત્સાહ સાથે તમારી સાથે ઉભા છે. જેમ કે આખી સ્પર્ધા દરમિયાન હતી.
વિનેશ ફાઈનલમાંથી બહાર થયા બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ
ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “પ્રિય બહેન, મેં તમારી હિંમત, તમારી મહેનત અને સમર્પણ જોયું છે. તમે ઓલિમ્પિકમાં દેશની કરોડો છોકરીઓના સપના માટે લડી રહ્યા હતા. તમારી શાનદાર રમત એ કરોડો છોકરીઓના સપનાઓને ઉડાન ભરી છે જેઓ નાના શહેરોમાંથી આવે છે, ઘણા પડકારો સાથે સંઘર્ષ કરે છે, સિસ્ટમ સામે લડે છે, પ્રતિકૂળ સંજોગોને હરાવીને મોટા પ્લેટફોર્મ પર પહોંચવાની અભિલાષા ધરાવે છે.
प्यारी बहन @Phogat_Vinesh,
मैंने आपके साहस, आपकी मेहनत और लगन को देखा है। आप ओलम्पिक के दंगल में देश की करोड़ों लड़कियों के सपनों के लिए लड़ रही थीं। आपके शानदार खेल से उन करोड़ों लड़कियों के सपनों को उड़ान मिली है, जो छोटे-छोटे शहरों से आती हैं, तमाम चुनौतियों से जूझते हुए,…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 7, 2024
તમારી સફરથી કરોડો સપના મજબૂત થયા
પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોસ્ટમાં આગળ લખ્યું કે તમારી શાનદાર રમતે સમગ્ર દેશને ગર્વથી ભરી દીધો. તમામ પડકારો સામે લડીને તમે તમારી અથાક મહેનતથી જે સ્થાને પહોંચ્યા તે સરળ નહોતું. તમારી આ અતુલ્ય યાત્રાએ લાખો સપનાઓને મજબૂત બનાવ્યા છે. આ મુશ્કેલ સમયમાં કરોડો દેશવાસીઓ તમારી સાથે એટલા જ ઉત્સાહ સાથે ઉભા છે જેટલો આખી સ્પર્ધા દરમિયાન હતા.
પોતાને એકલા ન સમજો – પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારી બહેન વિનેશ ફોગટ, તમારી જાતને એકલી ન સમજો અને યાદ રાખો કે તમે અમારા ચેમ્પિયન હતા અને તમે હંમેશા અમારા ચેમ્પિયન રહેશો. મને વિશ્વાસ છે કે તમે મજબૂત રીતે પાછા આવશો.
જાણો વિનેશ ફોગાટ કેમ ફાઈનલમાંથી બહાર થઈ ગઈ?
કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગટ જે કેટેગરીમાં રમવાની હતી, તેમાં વિનેશનું વજન કેટલાક ગ્રામ વધુ હતું. વિનેશે 6 ઓગસ્ટની રાત્રે મહિલા કુશ્તીની 50 કિગ્રા વજન વર્ગમાં ક્યુબાની કુસ્તીબાજને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જોકે, વિનેશની ગેરલાયકાત બાદ આ ઈવેન્ટમાં ભારતનું ગોલ્ડ કે સિલ્વર જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે.