રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયલાલ હત્યાકાંડના દોષિત રિયાઝ અત્તારી અને ગૌસ મોહંમદને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા હાલ તેની તાપસ NIA દ્રારા કરવામાં આવી રહી છે આ હત્યાકાંડને લઇ સમ્રગ દેશમાં ઘેરા પડઘા પડ્યા છે અને NIA દ્રારા એક એક કડી મેળવામાં આવી રહી છે આ ઘટના બાદ દેશમાં શાંતિ ન ડહોળાય તે માટે સાયબર ક્રાઇમ દ્રારા શંકાસ્પદ એકાઉન્ટ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. તેમજ બંને આરોપીઓને પાકિસ્તાન કનેકશન ખુલ્યા હોવાથી પોલીસ પણ સક્રિય જોવા મળી રહી છે.
આરોપીઓ કરેલા જઘન્ય કૃત્યથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર ફાંસીની માગ ઉઠી છે ભાજપ પૂર્વ રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્માના વિવાદિત નિવેદનથી સમ્રગ દેશમાં આશાંતિના વાદળો ઘેરાયા છે આ બાબત અંગે સુપ્રિમ કોર્ટે પણ નુપુરશર્માની આકરી ઝાટકણી કાઢી હતી અને સમ્રગ ઘટનાને અંગે નુપુરશર્માએ જવાબદાર ઠેરવામાં આવી રહ્યો છે આંતરિક સુરક્ષા એજન્સી કટ્ટરપંથી સ્તરે ચિંતિત છે. જેમાં તેમણે ઘાતકી હત્યા કરી છે. જેનો પસ્તાવો નથી ઉદયપુર હત્યાકાંડ મામલે હાલ આરોપીઓ NIA કસ્ટડીમાં છે. આ હત્યા પાછળ સુનિયોજિત આયોજન હોવાનું પણ અનુમાન લગવામાં આવી રહ્યો છે અને આરોપીઓ હત્યા પહેલા કોના સંપર્ક હતા તેમની પણ કોલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે મોહંમદ ગૌસ અને રીયાઝ અત્તારીને બંને આરોપીઓને ફાંસી સજા લોક માંગ ઉઠી રહી છે