સમગ્ર દેશમાં 74મો સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. દેશની રાજધાની દિલ્હીના રાજપથ પર દેશની આન બાન અને શાનના પ્રતિક રૂપે રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવામાં આવશે.રાષ્ટ્રીય ધ્વજને તિરંગો પણ કહેવાય છે. તેને કોણ બનાવી શકે છે. તેનો ઔપચારિક રીતે કોણ ઉપયોગ કરી શકે છે. આવા સવાલોને લઈ સ્વાભાવિક છે કે, વાંચકોમાં જિજ્ઞાસા જાગતી હોય છે, પણ અમે તમારા માટે લઈને આવ્યા છીએ આ ખાસ પ્રકારની જાણકારી.
ક્યાં બને છે રાષ્ટ્રીય ધ્વજ
દેશનો ઔપચારિક રીતે ધ્વજ બનાવવાનો અધિકાર ફક્ત એક કંપની પાસે જ છે. એટલે કે, સરકારી કાર્યક્રમ અને મોટા કાર્યક્રમમાં ફરકાવવામાં આવતો ઝંડો બનાવવાનો કોંન્ટ્રાક કર્ણાટકની ખાદી ગ્રામદ્યોગ સંયુક્ત સંઘ પાસે છે. આ ખાદી વિલેજ ઈંડસ્ટ્રીઝ કમીશન દ્વારા સર્ટિફાઈડ દેશની એક માત્ર ઓથોરાઈઝ્ડ નેશનલ રાષ્ટ્રીય ધ્વજ નિર્માતા યુનિટ છે. આ કંપી હુબલીના બેંગેરી વિસ્તારમાં આવેલી છે અને તેને હુબલી યુનિટ પણ કહેવામાં આવે છે.
ક્યા ક્યા તિરંગા ઝંડા છે સત્તાવાર
- સરકારી મિટીંગ અને કોંન્ફરન્સમાં ટેબલ પર રાખવામાં આવે છે, આ ઝંડાને પણ સત્તાવાર મહત્વ મળેલું છે.
- સંવૈધાનિક પદ પર બેઠેલા માનનીય વીવીઆઈપી કાર માટે અને રાષ્ટ્રપતિના વીવીઆઈપી એરક્રાફ્ટ અને ટ્રેન માટે જે સત્તાવાર ઝંડા ઉપયોગમાં લેવાય છે.
- સંસદ અને મંત્રાલયોમાં રૂમમાં ક્રોસ બાર પર દેખાતા ઝંડા સત્તાવાર સ્વિકૃત હોય છે.
- સરકારી ઓફિસ અને નાની ઈમારતો પર લાગતા ઝંડાને પણ સત્તાવાર મહત્વ મળેલું છે.
- એટલું જ નહીં શહીદ સૈનિકોના પાર્થિવ દેહ પર ઢાંકવામાં આવતા ધ્વજ પર સરકારી હોય છે.
- પરેડ કરતા સૈનિકોના ગન કેરિએઝ પર લાગેલા ઝંડા પણ સત્તાવાર સ્વિકૃતિવાળા હોય છે.
- લાલ કિલ્લો, ઈન્ડિયા ગેટ, રાષ્ટ્રીય સંગ્રહાલય, સંસદ ભવન રાષ્ટ્રપતિ ભવન પર લાગતા ઝંડાને પણ સત્તાવાર સ્વિકૃતિ મળેલી છે.