પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ માનએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ મને જીત પર અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને મને રાષ્ટ્રીય સુરક્ષા પર મદદનું આશ્વાસન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મેં બે વર્ષ માટે દર એક વર્ષે 50000 કરોડની આર્થિક સહાયની માંગ કરી છે. માને કહ્યું કે પંજાબને ફરીથી દેશનું નંબર વન રાજ્ય બનાવવામાં આવશે.
મુખ્યમંત્રી બન્યા બાદ પીએમ મોદી સાથે ભગવંત માનની આ પહેલી મુલાકાત છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ભગવંત માને 16 માર્ચે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના ગામ ખટકર કલાન ખાતે હજારો લોકોની હાજરીમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી વડાપ્રધાને પણ માનને મુખ્યમંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPએ 117માંથી 92 બેઠકો જીતી છે.
पंजाब के मुख्यमंत्री भगवंत मान ने प्रधानमंत्री से की मुलाकात की। इसके बाद वे दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल से मुलाकात करेंगे। pic.twitter.com/2YEh4lrN46
— ANI_HindiNews (@AHindinews) March 24, 2022