ચંદીગઢ : પંજાબ સરકારે કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને જોતા રાજ્યમાં તા .1 મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. પંજાબમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 130 કેસ નોંધાયા છે. જ્યારે આમાંથી 4 લોકો સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગયા છે અને ચેપને લીધે અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે.
પંજાબ સરકારે કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવાનું પણ ફરજિયાત કરી દીધું છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ અંગે માહિતી આપી છે. પોતાના નિર્ણય અંગે માહિતી આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે પંજાબમાં માસ્ક પહેરવાનું ફરજિયાત થઈ ગયું છે. જ્યારે પણ તમે ઇમરજન્સીમાં અથવા આવશ્યક ચીજો માટે ઘરની બહાર હોવ ત્યારે માસ્ક પહેરો. ‘