કોરોના વાયરસના કારણે 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે. જેમા સરકારી અને ગેર સરકારી કંપનીઓએ પોતાના વધારે પડતા કર્મચારીઓને ઘર પર બેસીને જ કામ કરવા માટે કહી દીધુ છે. એવામાં જો તમે પણ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છો તો તમારા માટે સારી ઈન્ટરનેટ સ્પીડ ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે બ્રોડબેન્ડ કનેક્શન છે અને સ્લો ચાલી રહ્યુ છે તો, તેના ઘણા કારણો હોય શકે છે. સ્પીડને બૂસ્ટ પણ કરી શકાય છે. જે માટે તમારે બેઝિક પગલા ભરવા પડશે. સૌ પ્રથમ કામ તમારે ઈન્ટરનેટની સ્પીડને ચેક કરવાનુ છે. સ્પીડ ચેક કર્યા બાદ જો તમને પર્યાપ્ત સ્પીડ મળી રહી છે, પરંતુ તો પણ તમે સારી રીતે બ્રાઉઝ નથી કરી શકતા તો, તેનો મતલબ છે કે, તમારા કોમ્પ્યુટર અથવા લોકલ નેટવર્કમાં મુસીબત છે. જેને સારી કરી શકાય છે. જો સ્પીડ સારી મળી રહી નથી, તો તમે તમારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને જણાવો અને તેની ફરીયાદ નોંધાવો. ઘણી કંપનીઓ ટ્વીટર પર પણ મદદ આપે છે. તમે ત્યાં પણ ટેગ કરી તમારી ફરીયાદ નોંધાવી શકો છો. ઘણી વખત રાઉટરની જગ્યા બદલવી પણ એક ઓપ્શન બની શકે છે. જો બીજા કોઈ રુમમાં છે અને તમે ત્યાં કામ નથી કરી રહ્યા તો, આ પ્રકારની સ્થિતિમાં જોવો કે, રાઉટરની પાસે કોઈ ઓબ્સ્ટ્રક્શનવાળી વસ્તુ તો નથી ને. જેથી ક્લિયર સ્પેસમાં રાઉટરને રાખો જો તમારી પાસે રાઉટર એક્સ્ટેનડર છે અને તમે તેને યૂઝ કરી શકો છો, જેથી કનેક્ટિવિટિ સારી થઈ શકે છે.