અરેરાટી અને અનુકંપા જગાવે તેવી ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લામાં આવેલા ઊંચાહાર પોલીસમથક વિસ્તારમાં આવેલ એનટીપીસી(નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનામાં 25 મજૂરોનાં થયાં છે, આ ગમખ્વાર દુર્ઘટનામાં 100થી વધુ લોકો ઘવાયા છે. ઘાયલોમાં ચાર એજીએમ સ્તરના અધિકારી પણ સામેલ છે.
હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ઘાયલોની મદદ માટે લખનઉ અને આજુબાજુના જિલ્લામાંથી એમ્બ્યુલન્સ મોકલાઈ છે.ઘાયલોને લખનઉ, અલ્લાહાબાદ અને રાયબરેલીની હોસ્પિટલોમાં ખસેડાયા છે. દુર્ઘટના વખતે પ્લાન્ટમાં 150 મજૂરો કામ કરી રહ્યા હતા.
દુર્ઘટના બાદ રાહુલ ગાંધીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે તેમની સંવેદના પીડીત પરિવારો સાથે છે. વડાપ્રધાને આ સાથે દુર્ઘટનામાં ઈજા પામેલા લોકો વહેલા સ્વસ્થ થઈ જાય તેવી લાગણી પણ વ્યકત કરી છે.ઉતર પ્રદેશના cm યોગી આદિત્યનાથે મૃતકોને ૨ લાખ સહાયની જાહેરાત કરી છે.