નવી દિલ્હી : ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં આજે (29 જુલાઈ) ઐતિહાસિક દિવસ છે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ રાફેલ ફાઇટર જેટ ભારત પહોંચી રહ્યા છે. યુએઈથી ઉડાન પછી ટૂંક સમયમાં જ પાંચ રાફેલ વિમાન ભારતીય હવાઈ રેન્જમાં પ્રવેશ્યા, ત્યારબાદ કંટ્રોલરૂમ દ્વારા રાફેલનું સ્વાગત કરવામાં આવ્યું.
હકીકતમાં, રાફેલ વિમાનોએ યુએઈની જમીન પરથી ઉડાન ભર્યા પછી, તેઓ થોડા સમય પછી જ ભારતીય હવાઈ રેન્જમાં પ્રવેશ્યા. જ્યારે આ વિમાન અરબી સમુદ્રથી ઉપડ્યું હતું, ત્યારે આઈએનએસ કોલકાતા કંટ્રોલ રૂમમાંથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન, આઈએનએસ કોલકાતા કંટ્રોલરૂમ તરફથી કહેવામાં આવ્યું હતું, ”વેલકમ ટુ ધ ઇન્ડિયન ઓશન, ઇન્ડિયન નેવલ શિપ ડેલ્ટા 63 એરો લીડર. મેં યુ ટચ ધ સ્કાય, વિથ ગ્લોરી, હેપ્પી હંટિન્ગ. હેપ્પી લેન્ડિંગ.’
તેના જવાબમાં રાફેલ વિમાનમાં હાજર પાઇલટ તરફથી પણ આભાર માનવામાં આવ્યો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ભારતીય નૌકાદળ (નેવી)નું વહાણ સરહદની સુરક્ષા માટે અહીં હાજર છે, તે સંતોષકારક છે.
#HEAR: Indian #Rafale contingent establishes contact with Indian Navy warship INS Kolkata deployed in Western Arabian Sea. pic.twitter.com/NOnzKOo2fa
— ANI (@ANI) July 29, 2020