વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજ્કીય પક્ષો એકશન મોડમાં જોવા મળી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. ચૂંટણી નજીક જોતા કેટલાક પક્ષમાં અંદરો અંદર ખેંચતાણ, નારાજગી પણ સામે આવી રહી છે.હાલ ગુજરાતમાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસમાં નેતાઓની નારાજગી અને પક્ષપલટુંને લઇ ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાના જ પક્ષ સામે મોરચો માંડ્યો છે. હાર્દિક પટેલના સતત પાર્ટીને લઇને આવેલા નારાજગી ભર્યા નિવેદનોને લઇ કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી અટકળો વહેતી થઇ હતી હાર્દિક પટેલને લઇ ફરી એકવાર પ્રદેશ પ્રભારી રઘુશર્મા મૌન તોડતા જણાવ્યુ હતુ કે હાર્દિકને પક્ષની શિસ્તમાં રહીને કામ કરવુ જોઇએ પક્ષ બધા માટે એકસમાન છે. મિડિયા સમક્ષ અવનવા- નિવેદનોથી પાર્ટીની છબી ખરડાઇ રહી છે. જે પક્ષ વિરોધી કામગીરી છે. હાર્દિક પટેલ એક ક્ષમતાવાના સંનિષ્ટ યુવાન છે પરંતુ પાર્ટીના નિયમો તમામ માટે સમાન છે.પાર્ટીથી મોટું કોઇ નથી રઘુશર્માએ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા અંગે નિવેદન આપ્યુ હતુ કે પાર્ટી સતત નરેશ પટેલના સંપર્કમાં છે. ટુંકમાં સમયમાં કોંગ્રેસમાં જોડાશે
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પોતો જાણે છે ગુજરાતમાં જમીન ટકાવી રાખવા માટે પાર્ટીનો ચહેરો જરૂરી છે.જેને લઇ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો નરેશ પટેલને પાર્ટીમાં જોડાવા ખૂબ પ્રયાસો કરી રહ્યા છે.
