ટિકિટ વગરના યાત્રીઓ લાંબા સમયથી રેલ્વે માટે માથાનો દુખાવો બની ગયા છે. રેલ્વેના 68 ડિવિજનમાં દર વર્ષે લાખો યાત્રીઓ ટિકિટ વગર યાત્રા કરતા પકડાય છે. રેલ્વેએ ટિકિટ વગર યાત્રા કરતા લોકોને પકડવા માટે ટિકિટ ચેકરોની સંખ્યા વધારી નાખી છે, સાથે-સાથે દંડમાં પણ વધારો કર્યો છે. તો હવે લોકોએ પણ તેમાંથી આબાદ બચી નીકળવાના ઉપાય શોધી રાખ્યા છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે એવા કેસ સામે આવી રહ્યા છે જેમાં ટીસીની સામે લોકો નકલી આડી બતાવી તેઓ કોઇ બીજા હોવાનો રોફ મારે છે, જેથી પકડાઈ ન જાય.
અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક મહિનામાં ચાર લોકો એવા પકડાયા જેઓએ પોતાને પોલીસવાળા જણાવ્યા અને તેમની પાસે નકલી આઈડી પણ હતાં અને તેઓ ટિકિટ વગર યાત્રા કરી રહ્યા હતા. છ લોકો એવા પણ પકડાયા જેઓ ટીસી બનેલા હતા. તેઓ પોતે તો ટિકિટ વગર યાત્રા કરી જ રહ્યા હતા, વધુમાં ટિકિટ વગરના બીજા યાત્રીઓ પાસેથી દંડ વસૂલી રહ્યા હતા. રેલ્વેને આવા યાત્રીઓના કારણે બહુ નુકસાન થઈ રહ્યું છે. રેવન્યૂના નુકસાનની સાથે-સાથે બદનામી પણ થઈ રહી છે
એકલા પુણે ડિવિઝનમાં ટિકિટ ચેકર્સે 1.72 લાખ યાત્રી ટિકિટ વગરના પકડ્યા છે. સેન્ટ્રલ રેલ્વે ઝોનમાં પાંચ ડિવિઝન આવે છે, જેમાં 19.15 લાખ કેસ આવા જોવા મળ્યા છે. રેલ્વેના જણાવ્યા અનુસાર, ટિકિટ વગર સફર કરતા યાત્રીઓ પાસેથી એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે દંડ રૂપે 100 કરોડ વસૂલવામાં આવ્યા છે, જે ગત વર્ષ કરતાં 13.99 ટકા વધારે છે. ગયા વર્ષે 87.98 કરોડ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો. એટલે આ વર્ષે ટિકિટ વગર યાત્રા કરતા યાત્રીઓની સંખ્યા વધી ગઈ છે.