ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના 70માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આખો દેશ આખે મોદીને બે મોઢે જન્મદિવસથી શુભેચ્છા આપી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા પીએમ મોદીના જન્મદિવસને સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. રાજસ્થાનમાં બીજેપી દ્વારા પીએમ મોદીના જન્મ દિવસને સેવા સપ્તાહના રૂપમાં ઉજવવામાં આવી રહ્યો છે. ત્યાં એ લોકોએ અલગ અલગ જગ્યાએ જઈને સેવા કરી હતી.
પીએમ મોદીના જન્મ દિવસ પર સૌથી પહેલા પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા દ્વારા કાર્યકર્તાઓ સાથે કેક કાપીને જન્મ દિવસ ઉજવવામાં આવ્યો. તો વળી કોઈએ સ્વચ્છતા અભિયાન કરીને મોદીનો જન્મ દિવસ ઉજવ્યો. કાર્યકર્તાઓ સાથે મળીને સંગઠન મહામંત્રી ચંદ્રશેખરે પ્રદેશ કાર્યાલય બહાર સ્વચ્છા અભિયાન ચલાવ્યું હતું. સાથે સાથે વૃક્ષારોપણ પણ કર્યું.
તેમજ જયપુર એક હોસ્પિટલમાં ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો એક ગૌશાળામાં જઈને ગાયોની પૂજા કરી અને ગાયને ઘાસ ચારો નાખવામાં આવ્યો. આ રીતે ત્યાનાં ભાજપ કાર્યકર્તાઓએ મોદીનો જન્મ દિવસ ઉજવ્યો.