ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનની રાજધાની જયપુરમાં આફ્રિકાથી લગભગ સાત દિવસ પહેલા જયપુર પરત આવેલ એક પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
પરિવારના સભ્યોની વાત કરીએ તો માતા-પિતા અને તેમની 8 અને 15 વર્ષની બે દીકરીઓ ભારત આવી છે. જણાવી દઈએ કે, તેમના સંપર્ક હિસ્ટ્રીમાં આવેલા લગભગ 12 લોકોમાંથી પાંચ લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
ઓમિક્રોનની ચેતવણીને ધ્યાનમાં રાખીને પરિવારને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. દરેકના કોરોના સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે તે ઓમિક્રોન વેરિઅન્ટ છે કે નહીં.
જો કે, આ તમામ 9 લોકોમાંથી તમામ પુખ્ત વયના લોકોએ રસીના બંને ડોઝ લીધા છે અને કોઈને પણ કોરોનાના કોઈ લક્ષણો નથી અને બધા સામાન્ય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવાર 25 નવેમ્બરે આફ્રિકાથી પરત આવ્યું હતુ.
રાજસ્થાનના નવા મેડિકલ અને હેલ્થ મિનિસ્ટર પરસાદી લાલ મીણા કોરોનાના વધતા કેસોથી ચિંતિત છે અને તેમણે આ અંગે તેમના વિભાગ સાથે બેક ટુ બેક મીટિંગ શરૂ કરી છે.