કોરોના ટાઈમમાં માસ્કની જરૂરિયાતને લીધે ઘણી મહિલાઓ આત્મનિર્ભર બની ગઈ છે. માસ્ક બનાવવાના કામે મહિલાઓને રોજગારી મળી રહી છે. તેઓ મહિનાના આશરે 8 હજાર રૂપિયા સુધીની કમાણી કરી રહી છે. આ ઉપરાંત રાજસ્થાનના કલાવા ક્રાફ્ટની ડિરેક્ટર મધુ દેથાએ જણાવ્યું કે, અમારો મુખ્ય હેતુ મહિલાઓને નોકરી આપવી અને લોકોને વ્યાજબી કિંમતમાં સારી ક્વોલિટીના માસ્ક આપવાનો છે. માસ્ક બનાવવા માટે મહિલાઓને કાચો માલ આપવામાં આવે છે. માસ્ક દિલ્હી, મુંબઈ અને પુણે સુધી મોકલવામાં આવે છે. સાથે જ તેનું ઓનલાઈન વેચાણ પણ થાય છે. મહિલાઓ માસ્કને ડબલ લેયર અને કોટનમાં કાપડમાંથી બનાવે છે. માસ્કને કલર કરવા માટે પણ ઓર્ગેનિક કલરનો જ ઉપયોગ કરે છે.