જયપુરઃ ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, રાજસ્થાનના બાંસવાડા અને ઉદયપુર જિલ્લાઓમાં 11.48 કરોડ ટન સોનાના ખજાનાની શોધ થઇ ચૂકી છે. વિભાગ દ્વારા મહાનિદેશક એન. કુટંબા રાવે જયપુરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન આ જાણકારી આપી હતી. રાજસ્થાનમાં સોનાની શોધમાં નવી સંભાવનાઓ સામે આવી છે. ઉદયપુર અને બાંસવાડા જિલ્લાઓના ભૂકિયા ડગોચામાં સોનાનો ભંડાર મળ્યો છે.
રાવના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં 2010થી આજસુધીમાં 8.11 કરોડ ટન તાંબાનો ભંડાર શોધી ચૂક્યા છે. જેમાં તાંબાનું સરેરાશ સ્તર 0.38 ટકા છે. તેમણે જણાવ્યું કે, રાજસ્થાનના સિરોહી જિલ્લાના દેવાના બેડા, સાલિયાના બેડા અને બાડમેર જિલ્લા સિવાના વિસ્તારોમાં અન્ય ખનિજની ખોજ કરાઇ ચૂકી છે.
રાવે એ પણ જણાવ્યું કે, રાજસ્થાનમાં 35.65 કરોડ ટન સીસું-જસતના સંસાધન રાજપુરા દરીબા ખનિજ પટ્ટીમાં મળ્યા છે. આ સિવાય, ભીલવાડા જિલ્લાના સલામપુરા અને તેના આસપાસના વિસ્તારોમાં પણ સીસું-જસતનો ભંડાર મળ્યો છે.પ્રદેશમાં ઉર્વરક ખાતર ખનિજ પોટાશ અને ગ્લુકોનાઇટની ખોજ માટે નાગૌર, ગંગાપુર(કરોલી) અને સવાઇ માધોપુરમાં ખોદકામનું કામ ચાલી રહ્યું છે. આ જિલ્લાઓમાં પોટાશ અને ગ્લુકોનાઇટના ભંડાર મળવાથી ભારતની ઉર્વરક ખાતર પોટાશ ખનીજની આયાત પર નિર્ભરતા ઓછી થશે.
ફેક્ટ્સઃ8133.5 મેટ્રિક ટન સોનુ અમેરિકા પાસે(સૌથી વધુ), 557.7 મેટ્રિક ટન સોનુ છે ભારતમાં,10માં સ્થાન પર છે દુનિયામાં ભારતનો સોનાનો ભંડાર