પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિવંગત નેતા રાજીવ ગાંધીની આજે 78મી જન્મજયંતિ છે. આ ખાસ અવસર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમના સ્મારક સ્થળ વીર ભૂમિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન રોબર્ટ વાડ્રા ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના નેતા મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ અને અન્ય નેતાઓ પણ હાજર હતા.
પિતાને યાદ કર્યા
તેમના પિતાની જન્મજયંતિ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમને યાદ કરીને પોતાની લાગણીઓ શેર કરી છે. રાજીવ ગાંધીની જન્મજયંતિ પર રાહુલ ગાંધીએ તેમના પિતાને ખાસ રીતે યાદ કર્યા. તેણે ટ્વિટર પર એક ઈમોશનલ વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘પાપા, તમે મારા દિલમાં દરેક ક્ષણે મારી સાથે છો. તમે દેશ માટે જોયેલું સપનું હું હંમેશા સાકાર કરવાનો પ્રયત્ન કરીશ.
पापा, आप हर पल मेरे साथ, मेरे दिल में हैं। मैं हमेशा प्रयास करूंगा कि देश के लिए जो सपना आपने देखा, उसे पूरा कर सकूं। pic.twitter.com/578m1vY2tT
— Rahul Gandhi (@RahulGandhi) August 20, 2022
આ પોસ્ટમાં રાહુલ ગાંધીએ બાળપણથી લઈને અત્યાર સુધીની યાદોને સજાવવાનો પ્રયાસ કર્યો છે. તે જ સમયે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દેશભરમાં તેમના દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
श्री @RahulGandhi की नजरों से #BharatKeRajiv pic.twitter.com/DJsEJJU7l8
— Congress (@INCIndia) August 20, 2022
આ સિવાય કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ પર અમે તેમને સલામ કરીએ છીએ. કોંગ્રેસના નેતાઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “21મી સદીના ભારતના આર્કિટેક્ટ તરીકેનું તેમનું વિઝન હતું જેણે ભારતમાં IT અને ટેલિકોમ ક્રાંતિની શરૂઆત કરી.” આજે આપણે તેમનો વારસો ઉજવીએ છીએ.