છેલ્લા ઘણા સમયથી ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ અને એક્ટર પવન સિંહ વિવાદોના કારણે બહુ ચર્ચામાં છે. ગત દિવસોમાં અક્ષરાએ પવન સિંહ સહિત 5 લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. બંને વચ્ચે ચાલી રહેલ આ વિવાદ બાબતે ઘણા એક્ટર્સે પોતાની રાય જણાવી છે, તો રાખી સાવંતના નિવેદને તો રીતસરનો હોબાળો જ કરી દીધો છે.
પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં રાખીએ પવન સિંહ અને અક્ષરા સિંહ બાબતે પોતાની રાય જણાવી. રાખીએ જણાવ્યું છે, પવન સિંહને ફ્લાઇટમાં ડર લાગે છે, એટલે તે દારૂ પીને ફ્લાઇટમાં ચઢે છે. આ અંગે રાખીએ વધુમાં જણાવ્યું કે, પવન સિંહનો કોઇ વાંક નથી. તે મારા બહુ સારા મિત્ર છે, અક્ષરા પણ એક સારી સિંગર અને એક્ટ્રેસ છે. બંને એક વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં છે એટલે આ રેપનો કોઇ કેસ જ નથી. જે પણા થયું છે, તે બંનેની મરજીથી થયું છે.
રાખીએ વધુમાં જણાવ્યું, પવન અને અક્ષરાએ આ મામલાને વધારે ખેંચવો ન જોઇએ અને બંનેએ એકબીજાની માફી માંગી લેવી જોઇએ. પવને અક્ષરાએ સ્ટાર બનાવી પરંતુ હવે જ્યારે તેનાં લગ્ન થઈ ગયાં ત્યારે તે આવા આરોપ લગાવી રહી છે. આ બાબતમાં પોલીસનો ખોટો ઉપયોગ ન કરવો જોઇએ. ઉલ્લેખનિય છે કે, અક્ષરા સિંહનો આરોપ હતો કે, તેના પર પવન સિંહના કહેવાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ સિવાય અક્ષરાએ ફેસબુક, ઈંસ્ટાગ્રામ, યૂ-ટ્યૂબ જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બેહુદી કમેન્ટ, આપત્તિજનક ફોટો અને વીડિયો પોસ્ટ કરવાના આરોપ પણ લગાવ્યો.
આ બાબતે પવન સિંહે કહ્યું હતું કે, જેને જે પણા આરોપ લગાવવા હોય એ લગાવે. હું આવી બાબતોના જવાબ નથી આપતો. ઉલ્લેખનિય છે કે, પવન સિંહ પર આઈપીસીની ધારા 509 અંતર્ગત કેસ કરવામાં આવ્યો છે. અત્યારે આ કેસ આઈટી સેલ પાસે છે.