સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સીબીઆઈના ઈન્ચાર્જ ચીફ નાગેશ્વર રાવ (CBI Interim Director Nageshwar Rao)ની નિમણૂંકને પકડારતી પીટીશનની સુનાવણી કરનારી બેન્ચમાંથી CJI રંજન ગોગોઈએ અળગા થઈ ગયા છે. CJI ગોગોઈએ કહ્યું કે તેઓ આ પીટીશનની સુનાવણી કરી શકશે નહીં કારણ કે સીબીઆઈ ચીફની પસંદગી કરવાની હવે પછીની મીટીંગમાં તેઓ ભાગ લઈ રહ્યા છે.
ચીફ જસ્ટીસ રંન ગોગોઈ, જસ્ટીસ એનએલ રાવ અને જસ્ટીસ એસકે કૌલની બેન્ચ સમક્ષ 16મી જાન્યુઆરીના દિવસે સુનાવણી કરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી સોમવારે શરૂ થતાં જ ચીફ જસ્ટીર ગોગોઈએ બેન્ચમાંથી ખસી જવાના નિર્ણયની જાહેરાત કરી દીધી. રંજન ગોગોઈએ કહ્યું કે સીબીઆઈ ડાયરેક્ટરને શોર્ટલિસ્ટ કરવા, પસંદગી કરવા અને નિમણૂંક આપવાની બાબતમાં પારદર્શકતા લાવવાની જરૂર છે. બિન સરકારી સંગઠન કોમન કોઝ અને આરટીઆઈ કાર્યકર અંજલિ ભારદ્વાજે નાગેશ્વર રાવની નિમણૂંક પડકારતી પીટીશન દાખલ કરી છે. અજલિના વકીલ તરીકે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ છે.
આ મામલાની પાછલી સુનાવણી દરમિયાન જસ્ટીસ ગોગોઈએ પ્રશાંત ભૂષણને કહ્યું હતું કે શુક્રવારે સુનાવણી કરવાનું સંભવ નથી અને આ અંગે આવતા સપ્તાહે સુનાવણી કરવામાં આવશે. નવા ડાયરેક્ટરની નિમણૂંક ન થાય ત્યાં સુધી નાગેશ્વર રાવને 10મી જાન્યુઆરીએ ઈન્ચાર્જ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.
આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા ધરાવતી હાઈપાવર કમિટીએ આલોક વર્માને ભ્રષ્ટાચાર અને ફરજ ચૂકના કારણોસર સીબીઆઈના ડાયરેક્ટર પદેથી પાણીચું આફી દીધું હતું. આ કમિટીમા વડાપ્રધાન ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, ચીફ જસ્ટીસ રંજન ગોગોઈના પ્રતિનિધિના રૂપમાં જસ્ટીસ એ.કે.સિકરી હાજર રહ્યા હતા.